________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) ત્રનેજ સંભવ છે. ત્યારે પ્રશ્ન કે સર્વ દેહીમાં ત્રિધા આ મા હોય તે શી રીતે કહેવાય? ઉત્તરમાં સમજવું કેઅભવ્યમાં પણ દ્રવ્ય રૂપતાએ ત્રણ પ્રકારના આત્માને સદ્દભાવ ઉપપન છે. અભવ્ય જીવોમાં અંતરામત્વ અને પરમાત્મ સત્તામાં રહ્યું છે. પણ અભામાં અંતરામ અને પરમાત્મત્વને આવિર્ભાવ (પ્રગટ ભાવ) થતું નથી, તેથી અભવ્ય જીવ પરમાત્મપદ પામતા નથી અને મેક્ષમાં જતા નથી. અભવ્ય જેમાં આવિભવે સદાકાળ બહિરાત્મ પાડ્યું છે. કારણકે તેમાં તેવા પ્રકારને સ્વભાવજ કારણ છે. અભવ્ય જીવોમાં પંચ જ્ઞાના વરણની ઉપપત્તિ ઘટે છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને સાથીક ચારિત્રની સામગ્રી તેઓને પ્રાપ્ત થવાની નથી, માટે તે અભવ્ય કહેવાય છે પણ તેઓમાં સત્તાની અપેક્ષાએ ત્રિધાત્મનું અભાવ પણું ઘટતું નથી. અથવા ભવ્ય રાશિની અપેક્ષાથી સર્વ દેહી એમ કહ્યું છે, એમ પણ માની શકાય, અથવા આસન તેથી દર તથા દૂરતર ભવ્યમાં તથા અભામાં ત્રિધા આત્મા કો ત્યારે શ્રી સર્વજ્ઞ જે પરમાત્મા છે તેનામાં અંતરાત્મા અને બહિરાત્માના અભાવથી એ વાત ઘટી નહિ એમ શંકા કરવી તે પણ નકામી છે; કારણ કે ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાથી તેમનામાં પણ તે આત્માને વિરોધ
For Private And Personal Use Only