________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
રીરરૂપ જે યા તે પોત પોતાનાં કમ કરવા પ્રવર્તે છે. શરીરને યંત્ર શા માટે કહ્યા તે જણાવે છે કે કાષ્ઠનાં મનાવેલાં સિંહ વ્યાઘ્રાદિ યંત્ર છે તે પરપુરૂષની પ્રેરણાથી પેાતાને સાધવાની અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, તેમજ શરીર પણ કરે છે, એટલે ઉભયમાં પરસ્પર તુલ્યતા છે, આવાં જે શરીર યંત્ર તેમના આત્મામાં આરેાપ તથા અનારોપ કરીને જડ પુરૂષા તથા વિવેકી પુરૂષો શુ કરે છે તે લેાક દ્વારા જણાવે છે.
तान्यात्मान समारोप्य साक्षाण्यास्ते सुखं जडः ॥ त्यक्त्वारोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदं ।। १०४ ||
વિવેચનઃ ઇન્દ્રિયા સહિત શરીરને મહિાત્મા આત્માને વિષે આરોપે છે, અને હું ગોરો છું, હું કાળે છું, હું સુલેાચન છું, ઇત્યાદિ અભેદાધ્યવસાય માને છે, અને જડ અસુખને પણ સુખ સમજી, એ પ્રમાણે વર્તે છે. પણ જે ભેદજ્ઞાની અન્તરાત્મા છે તે તે! આરેાપ એટલે શરીર, મન, વાણીમાં, માનેલી જે આત્મબુદ્ધિ તેને ત્યાગ કરી, આત્મામાંજ આત્મપણાના નિર્ધાર કરી, સ્વસ્વભાવમાં રમી.. અને પરસ્વભાવને પરિહરી મોક્ષપદ પામે છે.
मुक्त्वा परत्र परबुद्धिमहं धियं च ॥ संसारदुःखजननी जननाद्विमुक्तः ॥
For Private And Personal Use Only