________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
આનંદની ખુમારી પ્રગટે છે. હવે અનુભવની ખુમારીને સ્વાદ ચાખી આત્મા પાતાના ગુણ પર્યાયના સ્વરૂપના યાનમાં એક સ્થિર ઉપયાગથી વર્તે, અને એમ સ્વગુણુમાં રમણ કરતા ક્ષપકત્રણી આરેાહી, શકલ ધ્યાનના દ્વિતીય પાયા ચિંતવતાં, ઘટમાં કેવલ જ્ઞાનાદિરત્નત્રયી પ્રગટ કરે. સમભિરૂઢનયની અપેક્ષાએ ઘાતીયાં કમ ક્ષપાવી, સિદ્ધ થાય અને અંતે એવ ભૂતનયની અપેક્ષાએ અકમના સ પૂર્ણ ક્ષય કરી સિદ્ધ શિલાની ઉપર એક ચેાજન અને તે યેાજન અને તે એક ચેાજનના ચાવીસ ભાગ કરી એ તેમાં ત્રેવીસ ભાગ નીચે મૂકીએ, અને ચાવીસમા ભાગમાં અવ ગાડુના ગ્રહી સિદ્ધ થાય, પરમાત્મા થાય; આત્માને શુદ્ધ પર્યાય તેજ સિદ્ધાવસ્થા જાણવી. જેમ વૃક્ષ પાતે પાતાની સાથે ઘસાતાં વૃક્ષમાં અગ્નિ પ્રગટે છે; અને તે અગ્નિ થઇ જાય છે; તેમ આત્મા પણ આત્માનું ધ્યાન કરતાં, પરમાત્મારૂપ થઈ જાય છે. શ્રી આનંદ ઘનજી મહારાજ પણ કહે છે કે. जिनस्वरूप थइ जिन आराधे ते सही जिनवर होवेरे भृंगी इलीकाने चटकावे तें भृंगी जग जोवेरे
पट० ७
જે ભવ્ય તદાકાર વૃત્તિએ પરમાત્માનું ધ્યાન કરે છે, તે પ્રાણી નિશ્ચયથી જ્ઞાનાદ્વિગુણુયુક્ત પરમાત્મારૂપ થાય. જેમ મદની ઉન્મત્તતાથી, ભમરી કાળી અગર પીળી ભીંજેલી માટીમાં લવમૂકી, પાતે તેની ગાળી વાળીને,
For Private And Personal Use Only