________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮) દીપની તિને સેવી, પિતે પણ તિરૂપ બને છે. તેમ અત્ર સમજવું. હવે પોતાનાથી અભિન્ન એવા આત્માની ઉપાસનાનું ફળ બતાવે છે
उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा ।। मथित्वाऽत्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुम् ॥ ९८ ॥ आप आपमें स्थित हुए तरुथें अगनि उद्योत ॥ सेवत आपहि आपकू त्यूं परमातम होत ॥ ८२ ॥
આત્મા પોતે ચિદાનંદ સ્વરૂપ એવા પિતાને ઉપાસી, પરમાત્મરૂપ બને છે. માટે આત્માએ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું. સ્વસત્તા સિદ્ધાત્મ સમાન જાણે તેમાં રમ ણતા કરવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પરદ્રવ્યનું સ્વ રૂપ જાણી તેનાથી ઉપયોગ સંહરી, પિતાના સ્વ દ્રવ્યાદિક ચતુષ્ટય વડે, પિતાના સ્વરૂપમાં ઉપયોગ જોડે. આ માના પ્રતિ પ્રદેશે અનંતા ગુણ તથા અનંતા પર્યાય છે, તેનું સ્થિર ઉપયોગે ધ્યાન ધરવું. વળી તે તે ધ્યાનના પણ ઘણું ભેદ છે. તેમાં રૂપાતીત ધ્યાન મોટામાં મોટું છે. અને રૂપાતીત દયાન તે ઉત્કૃષ્ટ ધ્યાન દશાવાળા જીવને પ્રાપ્ત થાય છે, હવે પોતાના સ્વરૂ પમાં એવી રીતે ઉપયોગ જેડ કે તે જરામાત્ર ચલાય માન થાય નહિ. જ્યારે દ્રઢપણે ઉપગની ધારા આત્મ વરૂપમાં વહન કરે છે, ત્યારે પ્રથમ અનુભવ જ્ઞાન પ્રગટે
For Private And Personal Use Only