________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫) છેદ કરે છે. આશ્રવને છેદ કરનારતે આત્મસ્વભાવ શક્તિ જાણવી વિશેષ કર્તાને ખરે આશય તે તેઓ જાણે.
यदन्तरजलसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः ॥ मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम् ।। ८५॥
ભાવાર્થ—જે ઉભેક્ષા જાળ એટલે ચિંતાની જાળ કેવી કે તે કહે છે કે અન્તર વચન વ્યાપાર યુક્ત તેજ દુઃખનું મૂળ છે માટે એવી અતરમાં વિકલ્પ સંકલ્પ રૂ૫ થતી ચિંતા જાળ તેને નાશ થતાં અભિલષિત એવું ૫રમપદ જે મક્ષ તેજ બાકી રહે છે, અને આત્માને અનુભવ થાય છે. વૈખરી વાણીથી બોલવામાં ન આવે તેથી જાણીએ કે આપણે કર્મ બાંધતા નથી, પણ તેમ જાણવું ભૂલ ભરેલું છે, મનમાં અનેક વિચારનાં કેકડાં વણવા તે પણ કમ વૃદ્ધિ કરાવે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ જ્યારે મનમાં ચિંતાજાળ રચી, ત્યારે સાતમી નરકનાં દળીયાં ઉપાર્જન કર્યો, અને જ્યારે અન્તરમાંથી ચિંતા જાળથી ૨હીત થયા, અને પોતાના સ્વરૂપમાં રમણ કરવા લાગ્યા, નિર્વિકલ્પપણે આત્મધ્યાનમાં સ્થિર થયા, ત્યારે કેવળજ્ઞાન પામ્યા, માટે અત્તરમાં ઉઠતી એવી ચિંતા જાળને સ્વસ્વરૂપના ધ્યાનથી નાશ કર.
अवती व्रतमादाय व्रती ज्ञानपरायणः ॥ परात्मज्ञानसंपन्नः स्वयमेव परो भवेत् ॥ ८६ ॥
For Private And Personal Use Only