________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) નથી, વા કાળે નથી; કૃષ્ણવર્ણાદિકથી આત્મા ભિન્ન છે, માટે જ્ઞાની શરીર પરિણમનમાં આત્મપરિણતિ માનતા નથી. જ્યારે જ્ઞાનીની આવી દશા છે, ત્યારે અજ્ઞાની શરીરના વિકારને પિતાની પરિણતિ કલ્પી દુઃખી થાય છે, અને શરીરમાં રોગ ઉત્પન્ન થતાં હું રોગી, શરીર પાતળું થતાં હું પાતળે, શરીર જાડું થતાં હું જા, તથા શરીર વૃદ્ધ થતાં હું વૃદ્ધ, એમ શરીરની અવસ્થા જ તેજ આત્માની અવસ્થા માની, રાગ દેષનાં કારણો સેવી, રાશી લાખ જીવાએનિમાં પરિભ્રમણ કરે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પિતાના કપે છે અને તે ઉપરાંત દુનીયાના પદાર્થોમાં મમત્વ બુદ્ધિકલ્પી લીટમાં જેમ માખી લપટાય છે, તેમ સંસારના પદાર્થોમાં લપટાય છે, માટે અજ્ઞાનથી આચ્છાદિત એવા આ ત્માને સદગુરૂ મહારાજના ઉપદેશથી બંધ થાય છે. ઉપદેશદ્વારા કહે છે કે “હે જીવ! તને ચેતાવું છું, તું ચેતી લેજે. આ સંસારમાં તારૂ કંઈ નથી. એક દીવસ આવી અવસ્થામાંથી ઉઠીને તારે જવું પડશે. તારા હાથે સંચિત કરેલી ઘરબાર, હાટરૂપ બાજી ધૂળની છે અને તે ધુળમાં ભળી જશે, એમ નકકી જાણ તારી નજરે જેતે ખરે. હજારે જગતના છ ધન, દલિત, ઘરબાર મૂકીને પરભવ માં ચાલ્યા જાય છે, તે તેવી જ તારી અવસ્થા થવાની છે અંતે મરણના શરણ થવું પડશે. રાજા, રંક, જેગી કે ભોગી,
For Private And Personal Use Only