________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) વિવેચન –શરીર સુખ દુઃખ જાણતાં નથી, કારણ કે તે જડ છે. તે પણ બહિરાત્મા શરીરાદિકના ઉપર નિગ્રહબુદ્ધિ અને અનુગ્રહ બુદ્ધિ કરે છે. ઢષના વશથી શરીરાદિને, ભૂખ્યા રહેવું, ફાંસી ખાવી, પંચાગ્નિ સાધન કરવી, તે આદિથી પીડા કરે છે, અને રાગના વશથી શરીરને ઘરેણાં પહેરાવવાં, સારાં વસ્ત્રથી શણગારવું, તેલનું મર્દન કરવું રનાન કરી શોભાવવું, વિગેરે કૃત્યોથી અનુગ્રહ બુદ્ધિ દેહમાં ધારણ કરે છે. એમ નિગ્રહ અને અનુગ્રહ બુદ્ધિ શરીરાદિકમાં રાખવી તેજ સંસાર છે. પરવસ્તુમાં નિગ્રહ અને અનુગ્રહ બુદ્ધિથી પ્રવર્તતું મન તેજ સંસાર છે. એવી બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી સંસારમાં પરિ ભ્રમણ કરવું પડે છે.
स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम् ॥ संसारस्तावदेतेषां भेदाभ्यासे तु नितिः ॥ ६२ ॥ जबलौं पानी निजमतें ग्रह वचन मन काय ॥ तबलौ है संसारथिर भेद ज्ञान मिट जाय ॥ ५४॥
અર્થ-જ્યાં સુધી પ્રાણી, મન, વાણુ, અને કાયા એ ત્રણને આત્મ બુદ્ધિથી ગ્રહણ કરે છે, ત્યાં સુધી સંસાર સ્થિર જાણ, અને એ ત્રણથી આત્મા ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન થતાં, સંસાર મટી જાય છે. અને મેશ થાય છે.
For Private And Personal Use Only