________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ3
જે ધર્મથી પડતી થતી તે, ધર્મ નહિ છે જગવિષે, દાસત્વ જેથી થાય છે તે, ધર્મ નામથકી દિસેક ઉદ્ધાર કરતે વિશ્વને, ક્ષણે ક્ષણવિષે પ્રગતિ કરી, તે ધર્મ સાચે જાણુ, કર્તવ્ય શુભદષ્ટિ ધરી. ૨૧૦ જેથી ન દુઃખડાં થાય છે, ને દુર્ગતિ જે ટાળ, સારા વિચારે આપીને, સુખડાં પ્રતિ જે વાળને; દોષે હણે સહુ જાતના ને, એજ્યભાવે ઉલ્લશે, તે ધર્મ જગમાં જીવતે, ઉત્તમ જનેના મન વસે. ૨૧૧ કલ્યાણ કરવું સર્વનું, પરમાર્થ બુદ્ધિ દાનથી, તે ધર્મ છે નવનવપણે, કલ્યાણના આકારથી; પરમાર્થમાં શુભ શક્તિને, વાપર્યામાં ધર્મ છે, સ્વાસ્તિત્વપ્રગતિશક્તિવણજે, અન્ય તે સહુ ભર્મ છે. ૨૧૨ કર્તવ્યથી પાછા પડે રે, ધર્મ નહિ પણ પાપ છે, કર્તવ્યની શ્રદ્ધા જતાં, પડતીતણું બહુ શાપ છે; નિજ ફર્જથી કર્તવ્યમાં, ધર્મે રહ્યા છે જીવતા, ધર્મો ધરે એ જીવતા, ધારે નહીં મન લીબતા. ૨૧૩ રત્નત્રયી મહાધર્મ છે, સહુ ધર્મમાંહિ શિરેમણિ,
www.kobatirth.org
For Private And Personal Use Only