________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેઘે રાજા શુભ જગ ખરે દાનીમાં શ્રેષ્ઠ દાની, સ્વારી તેની સુભિખ કરતી તેથી શોભે મઝાની. ૧૬૦ તેના દાને અતિશય જલે સાબરે પૂર આવે, માતા પૃથ્વી જનક સબળે મેઘથી શેભ પાવે; દાતા માતા જનક જનની એગથી બાળકોની, થાતી પુષ્ટિ અગણિત ખરી કીતિ ત્યાં પિતૃઓની. ૧૬૧ વર્ષીકાલે નયન નિરખું કુદ્રતી સીન લ્હારૂં, લેવા જેવું બહુ બહુ મળ્યું ચિત્ત લાગ્યુંજ પ્યારું; જોગી ભેગી નર ગુણ લહે દશ્ય હાર નિહાળી, જેના વેગે પ્રગટી જગમાં સ્વારી તેની જ ભાળી. ૧દર શિય. પરમાર્થ કારણ નીકળી પાછી ફરે ના તે કદિ, સંગ્રામમાં શું યથા તેવી અહે સાબર નદી, શ્રી મઝાની યોગિની બનીને જ આગળ સંચરે, કર્તવ્યથી શિક્ષા દિયે સન્ત જ શૂરા તે વહે. ૧૬૩ કર્તવ્યના સંગ્રામમાં શૂરા બની આગળ વહે, પાછા ભરે ના પગ કદિ મરણાન્ત દુઃખને સહે;
www.kobatirth.org
For Private And Personal Use Only