________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
ચૂરા કરીને પત્થરોના રેતી સમ ઝીણા કરે, જડ પત્થરાની સંગતે ના જડપણું પોતે ધરે. જડ પત્થરાથી નીકળ્યાં જે ઝરણ તેને શરણુ દે, ઝરણાં ઘણાંને ઝીલીને શ્વેતી છતી માટી અને; મર્યાદ તેડા તાડીને મોટી થતી પટ પાથરે, નૈસગિકી તવ ચાલ એ શિક્ષા સમર્પે નવનવી. સન્તા મહુન્તા જડવાને ખેંચતા નિજ મધ્યમાં, જડતા જીવાની સૂરીને લઘુતા કરે નિજ શક્તિથી; એ જડજીવાની સંગતે ના જડ થવું ક્યારે ઘટે, એવી શિખામણ આપતી નૈસર્ગજીવનને ધરે. જડસમ જીવાથી ઉદ્દભવી વ્હેતા થવું પ્રગતિ પથે, જડસમ જીવને શરણ દઇ વૈપુલ્ય ધરવું શક્તિથી; નિજ સમ જીવોને ભેળવી નિજમાં સમાવી ચાલવું, મોટા થવાની યુક્તિ એ મર્યાદ તૈડા તાડવી. ખળખળ મધુરા શબ્દથી મેઝાંમિષે તું ડોલતી,
www.kobatirth.org
૧૭
૧૮
૧૯
૧ તેડા—કનારા ઉપરની ઊંચી માટીની દીવાલો-ભેખડા. ૨ વિસ્તારપણું.
For Private And Personal Use Only