________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
હૃદયમાં રહેલો રસ, હૃદયમાં રહેલી આત્મભાવના અને સભાજસેવા તથા પ્રેમ આદિ ગુણોની આધિક્યતા અંતમાં કેટલી છે તે તો કાવ્ય ઉપરથી સૂચિત થાય છે. વળી આ રંભમાં છમછના અન્તમાં નિરસતા આમ પણ નથી. પરંતુ તેને બદલે આરંભમાં સામાન્ય શબ્દોથી આરંભી પ્રતિ કન્ટે રસભાવના અધિક બળવતી થતી જતી જોવામાં આવે છે. આવાં કાવ્યોથી સૌન્દર્ય જ્ઞાન, સ્વાત્મભાન, કવિતા દેવીનું તાન આદિ જોવામાં આવે છે તે સર્વ હૃદયને પ્રદે છે. માતૃભાષા
આ સાબરમતી નિર્મળપણે વહી રહી છે. જળના ભારે વેગમાં, પ્રવાહની ભરતીમાં, જળધોધના પ્રસંગમાં, પત્થરાઓના સાથે સંઘટ્ટનકાળમાં અથવા શરઋતુના નિર્મળ પ્રસંગમાં અર્થાત પિતાને સુખાવહ કાળમાં અથવા આપદકાળમાં પણ પિતાની અવ્યક્ત ધ્વનિરૂપ માતૃભાષાને ત્યાગ કરતી નથી. જ્યારે પિતાની માતૃભાષાને ત્યાગ નહિ કરીને અવ્યક્ત શબ્દએ સદેદિત ગાન કર્યા કરે છે ત્યારે તેની ભાષા માનવ માત્રને મધુરતમ લાગે છે. આવી રીતે માનવ પણ પિતાની માતૃભાષાને સુખદકાળમાં અન્ય ભાષાઓના સંસર્ગમાં અગર અન્ય એવા કે “જે વખતે સ્વભાષાનું ભાન
www.kobatirth.org
For Private And Personal Use Only