________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
થઈ પરગટ ત્યજી જડતા, બની ચંચલ વહ્યા કરતી; તથા જડતા ત્યજી જ્ઞાને, મનુષ્ય ઉન્નતિ કરવી. ૩૨ ખળે ખાલી નહીં કેથી, ધરી સ્વાતંત્ર્યને વહેતી; મનુષ્યએ સ્વતંત્રાઈ, ધરી પ્રગતિ કર્યા કરવી. ૩૩ વિચારે આત્મમાં પ્રગટયા, ખરેખર આમસ્વાતંગ્રે; પ્રકાશી વાણીથી જગમાં, સદા ધરવા જ કરણમાં ૩૪ કદી બહીવું નહીં કેથી, ખરા આત્માવિષે પ્રગટયા. વિચારે તે જણાવીને, ખરી સ્વતંત્રતા ધરવી. ૩૫ ખરી આત્મોન્નતિ એથી, ખરી ધર્મોન્નતિ એથી ખરી દેશેન્નતિ એથી, ખરી વિન્નતિ એથી. ૩૬ વિચારેને જ વાણીમાં, ખરૂં સ્વાતંત્ર્ય ધરવાથી; થતી પરતંત્રતા દૂરે, ખરા સુખની થતી પ્રાપ્તિ. ૩૭ અહા તવ પાણીમાં શાર્ચ, અને નિર્મલપણું સહે; તથા નિજ પાણીથી માનવ, કરી કાર્યો સદા શેભે. ૩૮ ધરીને ચિત્ત નિર્મળતા, મનુષ્ય શુભતા જગમાં; મલીન મનડું બની ગંદુ, ધરીને દોષ, ગંધાતુ. ૩૯ ઉનાળામાં સૂકાતી જ્યાં, અહે ત્યાં ખોદતાં ખાડે; મઝાનું મિષ્ટ જળ આપી, તૃષા ટાળે મનુષ્યની. ૪૦
www.kobatirth.org
For Private And Personal Use Only