________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
તથા દોષે બહિરુ કરવા, મનુષ્યએ સદા મનથી. ૨૩ સદા તું વહેણના પંથે, બદલતી રહે પડી પળે; તથા બદલી પ્રવૃત્તિને, મનુષ્યએ વહ્યા કરવું. ૨૪ ગમે તે વાપરે પીવે, સમર્પણ સર્વને નિજનું, તથા સ્વાર્પણ મનુષ્યએ, કરીને વિશ્વમાં વહેવું. ૨૫ શિખાવે વક થઈ જગને, સદા આગળ વહ્યા કરવાનું મળે ના માર્ગ ત્યાં વાંકા, બનીને માર્ગ કરવાને. ૨૬ મળ્યું જે મેઘનું પાણી, વહી ઝટ અબ્ધિને આપે; મનુષ્યએ તથા સ્વાર્પણ કરીને વિશ્વમાં વહેવું. ૨૭ બને છે પુષ્ટ વર્ષોમાં, થતી કૃશ ચિત્ર વૈશાખે; તથા ચઢતી અને પડતી, વિચારી માન ના કરવું. ૨૮ નમી નીચી પ્રિયાધિને, વહી ઝટ જાય મળવાને; મનુષ્યએ નમી નીચા, મહન્તની જવું પાસે. ૨૯ અહે તે પાણીના જેરે, વહે છે પૃથ્વીને ખેદી, તથા નિજ પાણુથી વેગે, મનુષ્યએ વહ્યા કરવું. ૩૦ બને છે તીર્થ સહ આપી, કરી સ્વાર્પણ મનુષ્યએ; બનીને તીર્થ દાનાદિ-પ્રવૃત્તિથી વહ્યા કરવું. ૩૧
www.kobatirth.org
For Private And Personal Use Only