________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
सत्यं प्रियं हितं च यत् । स्वाध्यायाम्यसनं चैव, वाङ्मयं तप उच्यते ॥ જે વાક્ય સત્ય હોય, પ્રિય હોય અને સર્વ જીવનું હિત
કારક હોય તે વાડમય તપ કહેવાય છે. સત્ય અને મીઠા શબ્દ વડે શુક, સારિકાઓ માનવોને મીઠાઇની આલ્હાદ આપી પ્રિય થઈ પડે છે. મીઠાં મજાહ, જળ ઝરણાંના શબ્દો નૈસર્ગિક આનંદદાતા
થઈ પડે છે. વ્યાધ્ર જેવા અને હસ્તી જેવા જનાવરોને ખુશ કરવા તેમના માલિકોના શબ્દ ઘણાજ ઉપયોગી થઈ પડે છે. એમ માનવોના મીઠા શબ્દ અંતઃકરણુમાં ઓતપ્રોત થઈ તેને માર્ગે વાળી શકવા સામર્થ્યવાન થઈ પડે છે.
આ તે એક વાક્ય માટે સામાન્ય વિવેચન છે. પણ આખા કાવ્યમાં સાભ્રમતીનું અવલોકન, એનું વહન, એનાં આજૂબાજૂનાં વૃક્ષના દેખાવ, એમાં બહારથી આવીને ભળતા હજારે અન્ય જળઝરાઓ, વૃક્ષો પર બીરાજેલાં પંખીડાંના મધુરા મધુરા અલ્હાદ, કીનારા ઉપરના ઉંચા મીનારા જેવા પત્થરના અને મૃત્તિકાના પહાડોમાં પંખિડાંને રહેવાનાં સુખકર ગૃહે, (બીલે), નદીને નિર્ગમન સમયે સૂક્ષ્મ દેખાવ,
www.kobatirth.org
For Private And Personal Use Only