________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
પ્રગતિતણું પરિવર્તને પાશ્ચાત્યદેશમાં થયાં, નર નારીયે ભારતવિષે જોશે ઘણું દુઃખી રહ્યાં. ૫૪૭ પરિવર્તન જે ધર્મમાં નહિ થાય છે સાચાં અરે, અસ્તિત્વ તેનું ના રહે પરિવર્તનવણ જગ ખરે; અસ્તિત્વજીવનકારણે પ્રગતિપથમાં સંચરે, પરિવર્તનો અંગીકરી ખોટા રીવાજો સંહરે. પર આચારનાં પરિવર્તનો બદલાય સંગે લહી, એક જ અવસ્થા ન રહે જીવનપથે કેની સહી ચાલુ જમાને ઓળખી જે જે સુધારા મન ઘટે, તે તે કરે નિજશક્તિથી પ્રાણ સમર્પી શિરસટે. ૫૪૯ પાછા પડો ના કોઈથી પરિવર્તને આગળ વહે, સમજ્યા વિના અંધા બની પડતી અરે જન ક્યાં લહે? સાચા વિવેકે જ્ઞાનથી પરિવર્તને જે જે કરે, અસ્તિત્વ તેઓનું રહે આગળ વધે સાથી ખરે. ૫૫૦ પરિવર્તને સમજી કરે આચારદેશસમાજમાં, પરિવર્તન સમજી કરે ધાર્મિક પ્રગતિ રાજ્યમાં પરિવર્તનની પાછળે જે રહે તે મૂઢ છે,
www.kobatirth.org
For Private And Personal Use Only