________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
માલુમ પડે તળીયું નહીં ઉંડા ધરાઓ જે ધરે, દુષ્કાને આપત્તિમાં મેટા ને આશ્રય કરે ઉંડાઈમાંહી હાથીએ ઝીલી મઝાની મસ્તીથી, ભેંસે વગેરે પ્રાણીઓ મસ્તી કરે કંઈ કંઈ કથી. ૪૭૬ ઉંડાઈમાં મગરે રહે બીકણ જેને બીવે ઘણું, ઉંડા થતાં સાબરપરે મન લાગતું હામણું, ઉંડા વિચારે જ્યાં રહે પ્રાણી સજીવન ત્યાં રહે, ઉંડાઈ ત્યાં મોટાઈ છે સન્ત સદા એવું કહે. ૪૭૭ ઉછાંછળું વા છાછરૂં જ્યાં મન રહે ત્યાં નીચતા, ઉંડાઈ ગંભીરતા રહે ત્યાં સર્વની છે ઉચ્ચતા; ઉંડા હૃદયના માન આ વિશ્વમાં ચેગી થતા, ઉંડા હૃદયના માન ખાતા નહીં જગમાં ખતા. ૪૭૮ ઉંડા હૃદયના માનવે ધારેલ કાર્યો સહુ કરે, ઉંડા હૃદયની પાછળે લેકે સદા ભમતા ફરે, ઉંડા હૃદયના જ્ઞાનીને ના કે કળે બહયુક્તિથી, ઉંડા હૃદયમાં પિસતા જ્ઞાની અને બહુભક્તિથી. ૪૭૯ ઉંડા થવું મનના ઘણું આ વિશ્વમાં મુકેલ છે,
www.kobatirth.org
For Private And Personal Use Only