________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ નિશ્ચયથકી સિદ્ધિ થતી નિજકાર્યની ધારી ખરી, નિશ્ચય કરીને પાળતાં વરમાળ અર્પે સુંદરી. ૪૦૩ આ વિશ્વમાં નિશ્ચય વિનાનું બળ નથી કે કાજમાં, નિશ્ચયપ્રવૃત્તિ વણ નહીં શાન્તિ ભલી સામ્રાજ્યમાં સંકલ્પ બળ નિશ્ચય અને નિશ્ચય પ્રવૃત્તિ આદરે, તેનાથકી આ વિશ્વમાં ઈન્દ્ર સમા પણ બહુ ડરે. ૪૦૪ સંકલ્પ નિશ્ચયન સમું આ વિશ્વમાં બળ કે નથી, સંકલ્પ નિશ્ચય બળથકી ઈશ્વર મળે વાર્તા કથી, પરમાર્થમાં વ્યવહારમાં સંકલ્પ કીધા ઝટ ફરે, દારિદ્રય વિદને સંકટે પડતી દશા તેને વરે. ૪૦૫ સંકલ્પ નિશ્ચય બળથકી દુઃશક્ય નહિ કે કાજ છે, નિશ્ચયપ્રવૃત્તિ જ્યાં થતી ત્યાં દેવશક્તિ રાજ્ય છે; નિશ્ચય કર્યો જે કાર્ય કરવા મૂકશે ના તે કદા, ઉત્સાહ ને બહુ ખંતથી વિજયે મળે છે સર્વદા. ૦૬ ફત્તેહ ધાર્યું ના થતાં નિશ્ચય કર્યો નહિ ચૂકશે, નિશ્ચય પ્રવૃત્તિ આદરી અધુરી ન કયારે મૂકશે; નિશ્ચય વિનાના બાયલાઓ જીવીને જગ શું કરે,
www.kobatirth.org
For Private And Personal Use Only