________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જે કાલમાં સેવક અહે તે કાલમાં સ્વામી પ્રભુ, એક કાલમાં કારણ અને જે કાર્યતા કહેતા વિભુ. ૩૯ બ્રહ્માંડમાંને વ્યષ્ટિમાં સ્વામી અને સહુ સેવકો, અભિમાન મનમાં રાખીને જ હું કદાપિ ના બકે; અવલેકીને સાબરમતી ગુણશિક્ષણે સેવક થવું, સ્વાર્પણ કરીને જીંદગી પરમાત્મપદ સામા જવું. ૪૦૦ ઉપકાર સહુને વાળવાને ફર્જ સેવા સારવા, કર્તવ્ય આવશ્યક કરી સાફલ્યજીવન ધારવા; સેવક બની સ્વામી થવું કુદતણી એ રીતિ છે, સુ હૃદયમાં ધારીને તે આચરે એ નીતિ છે. ૪૦૧ નિશ્ચય, નિશ્ચય કર્યો તવ નહિ ફરે રવિ જે અહા પશ્ચિમ ઉગે. નિશ્ચયદશાએ વહી રહી તુજને ન કે નિશ્ચય પુગે, નિશ્ચય કરીને નીકળી નિશ્ચય કર્યો ત્યાં જઈ મળી, નિશ્ચય વિનાને માનવી જ્યાં ત્યાં જ જાતે લડથડી. ૪૦૨ નિશ્ચયથકી મૃત્યુ ગણ્યા વણું કાર્ય ધાર્યા સહુ કરે, સંકલ્પ કીધા ડગમગે ત્યાં કાર્ય ધાર્યા સહુ ફરે;
www.kobatirth.org
For Private And Personal Use Only