________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
નીચા નમીને ચાલતાં શુભ ભાગ્યની વેળા વળે. ૩૭૦ નીચા નમીને ચાલતા તે પ્રેમ સાને મેળવે, નીચા નમીને ચાલતા તે સર્વ શક્તિ કેળવે; નીચા નમીને ચાલતા તે સર્વથી ઉંચા થતા, ઉંચા નમે ના તાડવત્ તે પાછળે ખાતા ખતા. ૩૭૧ નીચા નમીને ચાલતાં વિદને ઘણું દરે થતાં, નિજ કિરણ નીચાં નાખીને ભાન કરે છે ગુણ છતા; નીચા નમ્યાથી મેઘ પણ આ વિશ્વમાં વ્હાલા થતા, પદવી વરે મહારાજની નીચા નમીને વર્ષતા. ૩૭૨, અક્કડ બની જે ચાલતા બહુ ઠાઠમાં ઉંચામુખે, અભિમાનથી નીચા પડે દિવસ ગુજારે બહુ દુઃખે; નીચું જુવે ના ગર્વથી તેની જ થે ગઈ રેવડી, રાવણસમા ચાલ્યા ગયા અહંકારતા ના પરવડી. ૩૭૩ અભિમાની દુર્યોધન ગયે અભિમાન છાજ્યો ના અરે, નેપોલીયન કેદી થયે પ્રત્યક્ષ દષ્ટાંતે ખરે; વિણસ્યા સિકંદરસમ ઘણુ યાદી ન તેની કે કરે, અજ્ઞાનીએ ઉંચામુખે નાહક અહેહે સંચરે. ૩૭૪
www.kobatirth.org
For Private And Personal Use Only