________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રપ્રભુ સ્તવન.
(ક્યા મીલગયા ભગવાન ) મૂર્તિ તમારી ચન્દ્રપ્રભુ સૌમ્ય રાજવી, મુખ ચંદ્ર વિષે દિવ્ય પ્રભા ભવ્ય ભાસતી. મૂર્તિ ભવ-તાપ-પાપ શાન્ત થવા આશરે આવું, જગની તજી જ જાળ ભક્તિભાવ સજાવું અનુરાગવૃત્તિ ચરણ સેવા નિત્ય જાગી, વસ જ્ઞાનન, અખરૂપ જ્યોતિ જાગતી. મુખચંદ્ર વિષે દિવ્યપ્રભા ભવ્ય ભાસતી. મૂર્તિ ૧ મૈત્રી તણી સુભાવના, જગ મિત્ર હું ગણું, કરૂણા તણા શુભ ભાવથી ઉર આ હું બનું. ઘારી પ્રમાદ વિશ્વપ્રેમ વૃત્તિ જાગતી, માધ્યસ્થી સમભાવના શાંતિ સ્થપાવતી. મુખચંદ્રવિષે દિવ્યપ્રભા ભવ્ય ભાસતી...મૂર્તિ મમ અંતરે તુજ દર્શને અતિપ્રેમ ઉછળે,
www.kobatirth.org
For Private And Personal Use Only