________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
પ્રતિજ્ઞા પાલન.
જીવન્તધર્મ નથી, અએવ ગુરૂગમપૂર્વક કોઈ જાતની પ્રતિજ્ઞા ગ્રહણ કરવી અને પશ્ચાત્ તેને પ્રાણાતે પણ પાળવી એજ ઉત્તમ સભ્યો મનુષ્યનું કર્તવ્ય છે. કાન્સને વીર સેનાપતિ જ્યારે દેશના ઉદ્ધાર માટે લડવાને સૈનિકના મહાનું લશ્કરમાં જવા નિકળે ત્યારે તેનું શરીર ધ્રુજવા લાગ્યું, કંપ થયે, સ્વેદથી ભીંજાઈ ગયું, પરંતુ પ્રતિજ્ઞા પાલન ગુણનું વીર્ય તેના આત્મપ્રેરીત ગુણવડે ઉછળી રહ્યું હતું. રગેરગમાં પ્રસરી રહ્યું હતું, ભરૂઓને તે સેનાપતિ હતે નહિ. જે દેશમાં “જોહન ઓફ આર્ડ” જેવી વીર પુત્રીઓને જન્મ થયે તેજ દેશના રક્ષણ માટે આજ તે તૈયાર થયે હતે. સ્થૂળ શરીર, ધૂળ ઇદ્વિઓનું સામ્રાજ્ય નૈતિક બળને હઠાવવા કેટલે પ્રયત્ન કરે છે? ભીરૂ બનાવી મૂકે છે. જગત્માંજ સદા રહેવાનું છે એવું તે મનુષ્યનું મન ભ્રમિત કરી નાખે છે, પરંતુ નૈતિકબળ એ એક અતિશક્તિ છે કે જે સ્થળ પરમાણુઓને અંધકારના વિચિત્ર ખાડામાં દૂર ફેંકી દે છે, કે જ્યાં તેઓ લુપ્ત થઈ જાય છે.
તેણે નીચેના ઉદ્દગારે વશરીરને સંબોધીને ઉચ્ચાર્યા હતા -
અરે મારા સ્થૂળ શરીર ! શા માટે તું ભીરૂ થઈ બીકથી થરથર ધજે છે, કંપે છે. ત્યારે હજી લડાઈના મેદાનમાં, જેટલા બળપૂર્વક તું ધજે છે તેના કરતાં અધિક બળથી ત્યારે શત્રુઓના સિન્યને વિખેરી નાખવાનું છે. અહા કેવી વિચિત્ર, અદ્વૈત નૈતિક બળની સત્તા કે સ્થળ શરીરના સામ્રાજ્યને પણ એક પળમાં વિખેરી નાખે છે? કઈ ઉંચા પ્રકારનું નવું રસજીવન રેડે છે, એટલું જ નહિ પણ પ્રતિજ્ઞાને પરિ. પૂર્ણ પાળવાને ઉદ્યમવંત કરે છે. તે વીર કેશરીએ કાન્સને પરતંત્રતાની બેડીમાંથી બચા. અરે સ્વપ્રતિજ્ઞાને સંપૂર્ણ પાળી, પ્રતિજ્ઞા જ મનુષ્યનું જીવન લેવું જોઈએ.
For Private And Personal Use Only