________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
૫૩
--- - ---- ------------- ----- ----- -------------------
અંશે પ્રતિજ્ઞા પાળકેની ઉત્પત્તિ તેટલે અંશે જગતની ઉન્નતિ થયેલી સમજવી. જે સમયને વિચાર કરી દૂર રહે છે તે પ્રતિજ્ઞા પાલનથી ભ્રષ્ટ થાય છે, એટલું જ નહિ પરંતુ વિશ્વમાં સર્વ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. એવધ પામીને પ્રતિજ્ઞા પાલનમાં કટિબદ્ધ થવું જોઈએ.
વચન આપી ફરી જાવ-કરે બલ્યુ અહ્યું જે, ઉતારી કૃપમાંહિ તે-ઉપરથી દેરડું કાપે-૨૮
વિવેચન–જે મનુષ્ય વચન આપીને ફરી જાય છે, અને પિતાનું બેલ્યુ અબોલ્યું કરે છે તે અન્ય મનુષ્યને કૂપમાં ઉતારીને ઉપરથી દોરડું કાપી નાખનાર જાણો. વચન આપીને ફરી જવું તે તે મહા અધર્મ છે. બોલ્યું અબેસું કરવું તે જીવતાં મરવા જેવું છે. વચન આપીને ફરી જનાર મનુષ્ય છતાં મનુષ્ય નથી; અને તે બેલનાર છતાં બબડે છે. કેઈને વચન આપીને વિશ્વાસી બનાવી પશ્ચાત, વચન ભંગ કરી તેને દુઃખના ખાડામાં ઉતાર તે કઈ રીતે એગ્ય છે જ નહિ. મનુષ્ય જીવનના શ્વાસોસ સમાન વિશ્વવ્યવહારમાં પ્રતિજ્ઞા પાલન પ્રવૃત્તિ છે, તે પ્રવૃત્તિને લેપ થતાં વિશ્વવ્યવહારની અને ધર્મ વ્યવહારની હાનિ થાય છે. વચન આપીને ફરી જનાર મનુષ્ય પિતાને વિશ્વ સાથે સંબંધ કાપી નાખે છે. અને તે પ્રમાણિકતામાં પૂળે મૂકે છે. “લે તો કદાપિ ન ફર” નહિં તે મૂકભાવ ગ્રહણ કરે. તરવારને ઘા રૂઝે છે પરંતુ જે વચન આપીને ફરી જાય છે અને બોલ્યાને અવબેલ્થ કરે છે તેને ઘા, વાણી વિનોદના મલમ પટ્ટાથી પણ રૂઝાતે નથી. માન મરતબાને અખાડામાં ફેંકી દેઈને પ્રતિજ્ઞા પાળવી જોઈએ.
કરે લાખે પ્રતિજ્ઞાઓ-જુવાને બાળ ને વૃદ્ધો પ્રતિજ્ઞા પાળતા વિરલા-હૃદયને વાણુની ટેકે–ર૯
વિવેચન–યુવકે બાળકો અને વૃદ્ધ લાખે પ્રતિજ્ઞાઓ કરે છે પરંતુ તેમાંથી વિરલા મનુષ્ય હૃદય અને વાણીની ટેકે પ્રતિજ્ઞા પાળી શકે છે. મનુષ્ય, દરરેજ, મહીને વા વર્ષે અમુક પ્રસંગો પામીને
For Private And Personal Use Only