________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
પ્રતિજ્ઞાઓ કરે છે, પરંતુ તે પ્રતિજ્ઞાઓને પાળવામાં ટકી રહેનાર તે વિરલા હેય છે. સંવત ૧૯૬૪-૬૫ માં હિંદુસ્થાનમાં જ્યાં ત્યાં વિદેશી ખાંડને બહિષ્કાર થયે હતું. તે વખતે લાખ માણસેએ તેવી ખાંડને પ્રતિજ્ઞાથી બહિષ્કાર કર્યો હતે. તે વખતે લાખે માણસોએ તેવી ખાંડને ઉપગ ન કરવાને પ્રતિજ્ઞાએ કરી હતી. પણ અફસેસ? તે પ્રતિજ્ઞાને અત્યાર સુધી પાળનારા તે કેઈ વિરલા પુરૂષો માલમ પડે છે. વક્તાઓ, સાધુઓ, ગુરૂઓ, તેમજ અન્ય વિદ્વાને ઉપદેશ આપે છે ત્યારે અનેક વિષયની મનુષ્ય પ્રતિજ્ઞા કરે છે, પરંતુ પાળતી વખતે મૂષક કેન્ફરન્સ જેવું થાય છે. લડાયક બેન્ડ વાગે છે ત્યારે પવૈયા સરખા પણ લડાઈમાં સંચરે છે, પરંતુ જ્યારે તરવાના ખડખડાટ, બંદુક અને તેના ભયંકર અવાજે કર્ણગોચર થાય છે ત્યારે ઉંધી પુછડીએ ભીર પવૈયાએ નાશી જાય છે. વચન આપીને પાળી બતાવવું તે સર્વ કરતાં શ્રેષ્ઠ છે. પ્રતિજ્ઞા લેવા કરતાં પ્રતિજ્ઞા પાળવાની અનન્ત ઘણી કિંમત છે. વચન પાળકની, કેલપાળકની, પ્રતિજ્ઞા પાળકની જેટલી
સ્તુતિ વા પ્રાર્થના કરીએ તેટલી જૂન છે. તેવા વીર પુરૂષોની તે દેવ તરીકે પૂજા કરવી જોઈએ અને પ્રાતઃકાળે અકાળપુરૂષના નામ જોડે જીવતા પ્રતિજ્ઞા પાળકેનું નામ સ્મરણ કરવું જોઈએ. હૃદય અને વાણીની ટેકથી પ્રતિજ્ઞા પાળવામાં જેટલું સામર્થ્ય હોય તેટલું ઉત્સર્ગ અને અપવાદ માગીથી વાપરવું જોઈએ. પ્રતિજ્ઞા લેવામાં વા આપવામાં આશ્ચર્ય લાગતું નથી; કિંતુ સર્વ વિપત્તિઓની સામા ઉભા રહીને પ્રતિજ્ઞા પાળવામાં આત્મ મહત્તા રહેલી છે. જે ધાબાઈએ દિલ્હીમાં સ્વપ્રતિવ્રતા ધર્મની માનસિક પ્રતિજ્ઞાન-ટેકને અકબર બાદશાહને નમાવી સિદ્ધ કરી આપી હતી. ઉપરોક્ત દ્રષ્ટાંતથી એ અવધ થાય છે કે વચનથી પ્રતિજ્ઞાનું, ટેકનું ઉચ્ચારણ કર્યા વિના સ્વકર્તવ્યથી અખિલ વિશ્વ પર સ્વજીવનની અસરકરી શકાય છે–જીવનને શુદ્ધ પ્રવાહ સિંચી શકાય છે, અને જીવનનું રહસ્ય સમજાવી શકાય છે. અતઃ એવ હૃદયને વાણીની ટેકે પ્રતિજ્ઞા, કેલ, વચન પાળવામાં કિંચિત્ ન્યૂનતા દર્શાવવી જોઇએ નહિ.
For Private And Personal Use Only