________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
પતિના પાલન.
પછીજ પ્રતિજ્ઞાથી બદ્ધ થવું જોઈએ. પશ્ચાત્ વચન પાળવામાં મેરૂ સમાન થવું જોઈએ, અને પ્રતિજ્ઞા ત્યાગરૂપ વિષ્ઠાને ફરી જઈ કદિ ગ્રહણ કરવી જોઈએ નહિ, આર્યાવર્તમાં પ્રતિજ્ઞા ભંગ નહિ કરનારા વીર પુરૂને પ્રાદુર્ભાવ થશે ત્યારેજ સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થશે. યત્રતત્ર ભ્રમણ કરતાં, ઉઠતાં બેસતાં, પાણીના પરપોટાની માફક
જ્યાં ત્યાં ભંગ થાય છે. તે દેશની અને સમાજની ઉન્નતિને સ્વપ્નમાં પણ ખ્યાલ રાખી શકાય નહિ, પૂર્વને સૂર્ય પશ્ચિમમાં કદાપિ ઉગે પણ વીર પુરૂષની પ્રતિજ્ઞા ફરે નહિ. એ સિદ્ધાંતને જ્યારે જનસમાજ આચારમાં મૂકશે, ત્યારે તે સમાજની વિદ્યુત વેગે શુભ પ્રગતિ થશે. પ્રતિજ્ઞા પાલક વીર પુરૂની વિષ્ઠા ઉપાડવાને માટે પ્રતિજ્ઞા ભંગ કરનાર ભંગીઓ અધિકારી બની શકે છે. પ્રતિજ્ઞા પાળક વીર પુરૂષેના દાસ બનીને પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્ય જીવી શકે છે. પ્રતિજ્ઞા ત્યાગરૂપ વિષ્ઠાને ગ્રહીને જે લેકે જીવે છે તેઓ ભૂંડના કરતાં પણ હલકા છે. એવું જાણીને પ્રતિજ્ઞા ભંગ કદાપિ સુરાએ કર જોઈએ નહિ. પ્રતિજ્ઞા પાળવામાં શુભેન્નતિ છે એવું સમજીને સ્વકૃત પ્રતિજ્ઞા પાળક બનવું જોઈએ, એજ સત્યરૂષની શિક્ષા છે.
ક્ષણિક મનના બનીને જે-પ્રતિજ્ઞા કરી લે છે, કરે જેની પ્રતિજ્ઞાઓ-ફરે હેનું કર્યું માન્યું–૨૬
વિવેચન–જે મનુષ્ય ક્ષણિક મનના બનીને પ્રતિજ્ઞા કરીને લેપે છે, તેઓનું વિશ્વમાં પ્રમાણિકપણું રહેતું નથી. ક્ષણે ક્ષણે જેના વિચાર બદલાયા કરે છે તે ક્ષણિક મનને કહેવાય છે. જેને પોતાના મનપર અજેના ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ વિચારની અસર ક્ષણે ક્ષણે થાય છે, તે ક્ષણિક મનને કહેવાય છે. જેનું મન ક્ષણે ક્ષણે બદલાતું રહે છે તે ક્ષણિક મનને કહેવાય છે. ક્ષણિક મનના મનુષ્યોને વિશ્વાસ રાખી શકાતો નથી. વાઘ, વરૂ, સિંહ અને સર્પને કદાપિ વિશ્વાસ રાખી શકાય પરંતુ ક્ષણિક મનવાળા મનુષ્યને વિશ્વાસ રાખી શકાતે નથી. ક્ષણિક મનવાળા મનુષ્ય જેમાં નિમિત્તો પામે છે તે થઈ જાય
For Private And Personal Use Only