________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
એક કાગડા નિત્ય કાઉ, કાઉ કરતા હતા, તેથી પાદશાહને ઘણીજ ચીડ ચડતી હતી. પાદશાહે નાકરને તરવાર લાવવા હુકમ કર્યા. પેલા નાકર તરવાર આપે તે પહેલાં ચતુર કાગડો ઉડી ગયા. આ પ્રમાણે નિત્ય મનવા લાગ્યુ. ખાદશાહે એક વખત નાકરને કહ્યું કે જ્યારે હું' તરવાર માગુ ત્યારે મને અંદુક આપવી. નિત્યનિયમાનુસાર કાગડા બેસીને રાજાને ચીડવવા લાગ્યા. માદશાહે તરવાર માંગી—તેથી કાગડા તરવારના વચનથી ઉડડ્યા નહિ. બાદશાહે બંદુકના માર કરીને કાગડાના પ્રાણુ લીધા. કાગડા પૃથ્વી ઉપર તરફડવા લાગ્યા ત્યારે પાદશાહે તેને કહ્યું કે તું કેવા મા ? કાગડાએ તેના ઉત્તરમાં કહ્યું કે હે પાદશાહ ! જરા વિચાર કર; હું મર્યા નથી પણ તું મર્યાં છે. કારણ કે ન્હે' વિશ્વાસઘાત કરીને વચન પાળ્યું નથી. વચન પાલટવાથી તું માયલા નામર્દ અન્ય છે, માટે તુ`જ મર્યાં છે. કારણ કે જે વચન પાલટે છે તે મરેલા છે. પાદશાહ કાકની વાણીથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ઉપરોક્ત દૃષ્ટાંતથી સાર એ લેવાના છે કે જે પ્રતિજ્ઞાથી ભષ્ટ થાય છે તેઓ મરેલાજ છે-નામર્દ છે-જે પ્રતિજ્ઞા પાળવામાં શૂરા છે તેજ પ્રમાણિક છે; ખરેખરા મ છે. પ્રતિજ્ઞા પાળક મનુષ્ય યશઃકીર્તિ પ્રતિષ્ઠાને પામે છે. પ્રતિજ્ઞા પાલકને આખુ વિશ્વ પૂજે છે માટે મનુષ્યાએ પ્રતિજ્ઞા પાળીને મર્દ બનવું જોઈએ, અને ભીરૂવના દેશ નિકાલ કરવા જોઇએ, કે જેથી સ્વર્ગમાં દેવીઓ વિજય વરમાળને કઠમાં આરેાપે. તેઓને વિજયશ્રી હમેશા ભેટવાને તત્પર થાય—એવી રીતે તેઓએ પ્રતિજ્ઞા પાળવી જોઇએ, ભર્તૃહરિએ નીતિ શતકમાં કહેલુ' છે કે—
स्पृहयति भुजयोरन्तरमाय करवालकररुहविदीर्णम् । विजयश्री वीराणां व्युत्पन्नं प्रौढवनितेव ॥
For Private And Personal Use Only
૨૧
આત્મા અમર છે. પુનર્જીવનમાં પ્રતિજ્ઞા પાળક ઉચ્ચ જીવનને પ્રાપ્ત કરે છે, માટે નામર્દાઈને ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળવામાં શૂરા, વીર્યવાન, સાહસિક, ધૈર્યવાન બનવું જોઇએ.