________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
પ્રતિજ્ઞાથી પડયા પાછા, ખરા એ બાયેલા લોકે, પ્રતિજ્ઞાપાલને શૂરા, ખરા એ મર્દ ગણવાના-૭
વિવેચન–જે લેકે પ્રતિજ્ઞા પાળતાં પાછા પડેલા છે તે ખરેખર બાયલા, હીજડા, નપુંસક છે, જે પ્રતિજ્ઞા પાલન કરવામાં શરો છે તે ખરેખરા મર્દ છે. પ્રતિજ્ઞાથી પડેલાએ આ વિશ્વમાં પતે બાયલા બને છે, અને અન્ય મનુને પણ બાયલા બનાવે છે. જે મનુષ્ય પ્રતિજ્ઞા કરી વિશ્વાસી બનીને પશ્ચાત્ વિશ્વાસઘાતક બને છે, તેઓ બાયેલા છે. જે લોકે પ્રતિજ્ઞાના કેલ કરીને અન્યના હૃદયમાં પ્રવેશી વિશ્રવાસીઓને દ્રહ કરી તેઓના હૃદયેનું ખૂન કરે છે, તેઓ કર્મ ચંડાલના કરતાં મહા પાતકી બને છે. સત્ય બોલવા વિગેરે ગમે તે જાતની પ્રતિજ્ઞા કરવામાં આવે-કઈ વાત કેઈને ન કહેવાની પ્રતિજ્ઞા કરવામાં આવે અને પશ્ચાત્ કોધ, દ્વેષ, ઈષ્ય, ફાટપુટ, કલેશાદિના વશ થઈ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવામાં આવે તે પશ્ચાત્ જે જીવવું તે રાક્ષસ જીવન સમાન જાણવું.
એક બ્રાહ્મણ અને બીબીનું ઘર પાસે હતું. બ્રાહ્મણ અને બીબીને મિત્રાચારી થઈ, તેથી બીબીની સંગતથી બ્રાહ્મણને માંસ ભક્ષણ કરવાની ઈચ્છા થઈ, તેથી બીબીએ તેણીને માંસ ખવરાવ્યું. બ્રાહ્મણીએ બીબી પાસેથી તે વાત અન્યને ન કહેવાની પ્રતિજ્ઞા કરાવી. અન્ય કઈ પ્રસંગે બ્રાહ્મણ સાથે બીબીને લડાઈ થઈ. બીબીએ બ્રાહ્મ બીને ઘણી ગાળો દીધી. પરંતુ બ્રાહ્મણ તે વાત બીબી કહી દેશે એવી બીકથી જરા માત્ર બેલી નહિ. બીબીએ બ્રાહ્મણના કાનમાં કહ્યું કે–તું શા માટે ભય પામે છે. જે વાતની પ્રતિજ્ઞાથી હું બંધાયેલી છું તે વાતને હું કદાપિ ઝહન્નમાં જવા પામીશ પણ કઈને કહીશ નહિ. માટે મારી સાથે બોલ. આ દષ્ટાંત ઉપરથી બોધ એ લેવાને છે કે પરસ્પર છે તે વિરોધ છતાં પણ જે બાબતની પ્રતિજ્ઞા કરી કેલ આ હારઃ તેનાથી ભ્રષ્ટ થવું જ જોઈએ. ગમે તેવી દશામાં પ્રતિજ્ઞાથી પાછા પડી. બાયલા ન બનવું જોઈએ. વચનની ટેક જતાં સર્વસ્વ જતું રહે છે–નાશ પામે છે. એક બાદશાહના મહેલની બારી ઉપર બેસી
For Private And Personal Use Only