________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
અગ્નિ શિખામાં સ્વતુચ્છેદેહને હેમી દીધે-પૂર્ણાહુતિ આપી પ્રતિજ્ઞાએ ભીમસિંહમાં અનંતબળની પ્રેરણા કરીને અલ્લાઉદ્દીનની પવિનીને પરણવાની આશાને કાચા તંતુની માફક નષ્ટ કરી નાખી. અલ્લાઉદ્દીન ચિતડને દેવંસ કરીને તેમાં પેઠે પણ પછી તેને ચિતડ સ્મશાન તુલ્ય ભાસ્યું, ત્યારે નાસીપાસ થઈને તે નિચેની ગઝલ ગાવા લાગે.
આયે થે ગુલે બાતે બસ ખાર લે ચલે હિજરાક પવિનિકે યહ આજાર લે ચલે– ૧
ઇસ હય જીદગી કે લીયે-હાય કયા કીયા જમી બનાકે લાકે-નાચાર લે ચલે... ... ... ... ... ... બસ્લે પદ્મશ્રી દિલ-નિહાયતથી આરજુ બદલે ખૂશકે હસરતે-દિદાર લે ચલે–
૫
કિસ જીદગી પિં શહર યાડ-વીસના કર દીયા અફસેસ બાજ કલ્લકા એ લાર લે ચલે– ૭
ઉપરોક્ત કાવ્યથી આપણને એટલું માલુમ પડે છે કે અલ્લાઉદ્દીન જેવા ફૂર, રાક્ષસને પણ ચિતેડની દશા જોવાથી આ ક્ષણભંગુર દેહ છે એવી પ્રતીતિ થઈ હતી. સતી સ્ત્રીઓનાં જીવન ખરેખર મનુષ્યનાં હદયપટ ઉપર ઘણીજ સારી છાપ પાડી શકે છે. તેઓનું જીવન એક શુરવીર હૈદ્ધાના જીવનને પણ પછાડી મૂકી દે છે. શરીરાદિ સુખે ક્ષણિક છે તેના મેહથી મુંઝાઈને અનંતીવાર જ મૃત્યુના વશ થયા પરંતુ પ્રતિજ્ઞા પાળવા માટે જેઓએ પ્રાણાહુતિ આપી તેવી પુરૂષ જગતમાં વિશ્વવંદ્ય થઈ ગયા છે. સર્વ જીવજંતુને એક દિવસ મૃત્યુ વશ થવાનું છે, પરંતુ પ્રતિજ્ઞારૂપ ચિતામાં બળીને પશ્ચાત પુનરૂજર્જીવન પ્રાપ્ત કરીને અમર થવાનું હોય છે તે દશાએ મરીને પ્રતિજ્ઞા પાલનમાં ઉત્તમ પુરૂષની માફક આદર્શ બનવું જોઈએ,
For Private And Personal Use Only