________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G૯
મrળા
પ્રથમના સમયમાં પોતાની પાંખ કાપવાને તૈયાર થયેલા ઇંદ્રના ત્રાસથી અધીર થયેલા મૈનાક વિગેરે કેટલાક પર્વત અનેક દીવ્ય ઔષધિઓ સહિત સાગરને શરણે રહ્યા છે. અર્થાત્ સાગરમાં વાસ કર્યો છે. વળી જે સાગરવડે આ લોકમાં વસુંધરાપૃથ્વી વસ્ત્રવાળી છે એમ વિદ્વાનો કહે છે. અથૉત્ પૃથ્વીને વિટાઈને સાગર રહ્યો છે. તેમજ જે સાગર આ દુનિયામાં પરોપકાર કરવામાં મુખ્યપણું ભેગવે છે એમાં કંઈ પણ સંદેહ નથી. ૧૧. गाम्भीर्थंकगुणोऽस्ति सागरगतोनान्यत्र तल्लक्ष्यते,
आस्ते चेन्न तथाविधा ह्युपमितिस्तस्यास्ति विख्यातिभाग् । मर्याऽदापि न तादृशी स्थितवती लोकेषु सिद्धास्पदा,
तस्मात्सागर एव सद्गुणभृतः पीयूषवान् कथ्यते ॥ १२ ॥
વળી ગંભીરતાને ગુણ ખાસ સાગરમાં રહેલો છે. તેવી ગંભીરતા અન્ય વિષે દેખાતી નથી, કારણકે ગાંભીર્યની ઉપમા સાગરની જ બહુધા આપવામાં આવે છે અર્થાત્ તે બાબતમાં તે જ પ્રખ્યાતિ ધરાવે છે. તેમજ સિદ્ધસ્થાનને પ્રાપ્ત થયેલી મર્યાદા પણ તેના સરખી અન્યત્ર જેવામાં આવતી નથી, તેથી સષ્ણુણેને આધાર એક સાગર જ અમૃતનિધિ કહેવાય છે. ૧૨. महानसं तत्र च पत्तनं शुभं, निषेवितं धर्मधनैर्वणिग्वरैः । राजन्वदाहुः सकलार्थसाधनं, चतुर्विधैर्जातिगणैः समाकुलम् ।।१३॥
વળી તે ગુજરાત દેશના મધ્ય વિભાગમાં સર્વ સંપત્તિઓના સ્થાનભૂત અને પુણ્ય ભૂમિરૂપ મહાનસ(માણસા)નામે નગર શોભે છે, જેની અંદર મુખ્યત્વે કરી ધર્મને જ ધન માનનાર ઉત્તમ વણિક જનો નિવાસ કરે છે, તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરૂષાર્થને સમાન ભાવે સેવન કરનાર રાજાના આશ્રયથી જે નગર રાજવા-ઉત્તમ ન્યાય નિષ્ઠ રાજવાળું ગણાય છે, તેમજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચારે વર્ણ પોતપોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરવાને લીધે તે નગર અન્યની અપેક્ષાએ સમૃદ્ધિવાળું દીપે છે. ૧૩.
For Private And Personal Use Only