________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૭૪: તપ પૂરણ તે જ સમે, કર ઉજમણું સાર; યથાશક્તિ હેય જેહની, તિમ કરીએ ધરી પ્યાર. ૭ શ્રી વાસુપૂજ્ય જિનરાજની, પૂજા કરો ત્રણ કાળ; દેવ વંદી વળી ભાવશું, સ્વસ્તિક પર્વ વિશાળ. ૮ એ તપ જે સહી આદરે, પહોંચે મનની કેડ; મનવાંછિત ફળે તેહના, હંસ કરે કરજેડ. ૯
શ્રી બીજનું ચૈત્યવંદન શ્રી જિનપદ પંકજ નામ, સેવે ધરી બહુ પ્યાર; બીજતણે દિન જિનત, પંચ કલ્યાણક સાર. મહા સુદિ બીજે જનમિયા, અભિનંદન સ્વામી; વાસુપૂજ્ય કેવળ લહ્યો, નમીએ શિર નામી. ૨ ફાગણ શુદિ દ્વિતીયા વળી, ચવિયા શ્રી અરનાથ; વદ વૈશાખે બીજની, શીતળ શિવપુર સાથ. ૩ શ્રાવણ શુદિની બીજ તિથે, સુમતિ ચ્યવન જિર્ણોદ; તે જિનવરને પ્રણમતાં, પામે અતિ આણંદ. ૪ અતીત અનામત વર્તમાન, જિન કલયાણક જેહ, બીજ દિને ચિત્ત ધારીએ, હિયડે હરખ ધરેહ. ૫ દુવિધ ધર્મ ભગવંતજી, ભાખ્યું સૂત્ર માઝાર; તેહ ભણી બીજ આરાધતાં, શિવપંથ સાધનહાર. ૬ પ્રહ ઊઠીને નિત નમી, આણું પ્રમ અપાર; હંસવિજય પ્રભુનામથી, પામે સુખ શ્રીકાર. ૭
For Private And Personal Use Only