________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૧૪૪:
મૂખને પ્રતિબંધની સઝાય જ્ઞાન કદી નવ થાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય; કહેતાં પોતાનું પણ જાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય. આંકણું ૧. શ્વાન હોય તે ગંગાજળમાં, સે વેળા જે ન્હાય; એડસઠ તીરથ ફરી આવે પણ, શ્વાનપણું નવિ જાય. મૂરખ૦ ૨. ક્રૂર સર્ષ પયપાન, કરંતાં, અમૃતપણું નહિ થાય; કસ્તુરીનું ખાતર જે કીજે, વાસ લસણ નવિ જાય. મૂરખ૦ ૩. વર્ષો સામે સુઘરી તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગ્યું, સુઘરી ગૃહ વિખરાય. મૂરખ૦ ૪. નદીમાંહે નિશદિન રહે પણ, પાષાણપણું નવિ જાય; લોહ ધાતુ ટંકણું જ લાગે, અગ્નિ તરત ઝરાય. મૂરખ૦ ૫. કાગ કંઠમાં મુક્તાફળની, માળા તે ન ધરાય; ચંદન-ચર્ચિત અંગ કરીજે, ગર્દભ ગાય ન થાય. મૂરખ૦ ૬. સિંહચમ કે શિયાળસુત તે, ધારી વેષ બનાય; શિયાળભુત પણ સિંહ ના હેવે, શિયાળપણું નવિ જાય. મૂરખ૦ ૭. તે માટે મૂરખથી અળગા, રહે તે સુખિયા થાય; ઉમરભૂમિ બીજ ન હવે, ઊલટું બીજ તે જાય, મૂરખ૦ ૮. સમકિતધારી સંગ કરી, ભવભય ભીતિ મીટાય; મયાવિજય સદગુરુ સેવાથી, બોધિબીજ સુખ થાય. મૂરખ૦ ૯.
૧ દૂધ. ૨ ગધેડે.
For Private And Personal Use Only