________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ ) મનન કરી વાંચશે.શરીરની આરોગ્યતા જાળવશો.કહ્યા પ્રમાણે વર્તી અને બહાદુર બને. આત્મસમાધીમાં અવ આનંદ વલ્ય કરે છે. તમેએ ઠવણી મોકલી તે પહોંચી છે. હાલ એજ ધર્મ સાધન કરશે. ધર્મકાર્ય લખશે. ઝવેરી મેતીલાલ નાનચંદ તથા શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈને ધર્મલાભ.
इत्येव ॐ अहं महावीर शांति ३
મુ. પેથાપુર લેખક બુદ્ધિસાગર.
સં. ૧૯૮૦ દિવાળી દિવઆતિ. શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુબ્રાવક ભાઈ મોહનલાસ નગીનદાસ ભાંખરીઆ ગ્ય ધર્મલાભ.
વિ. તમારો પત્ર આવ્યું. પેટમાં દુખે છે અને ઓપરેશન કરાવવા લખ્યું તે જાણ્યું છે. મહારો તો એ મત છે કે તમો મહેસાણે આવે. અને દેશી સારા અનુભવી વૈદની દવા કરે. ગભરાશે નહિ. સમભાવે આપાગમાં રહેશે. જન્મ મરણને ભય રાખ નહિં. ગાંધી વગેરે એ ઓપરેશન કરાવ્યાં છે. તેથી ચિંતા ન કરવી. દરરોજના સમાચાર લખાવશે. આત્માના નિર્ભય સ્વરૂપમાં રમવું. મનમાં સારા વિચાર કરશે. પોતાના સુદ્ધાત્મ સ્વરૂપની ભાવના રાખશે. એક ક્ષણ માત્ર પણ પ્રભુનું કરેલું સ્મરણ ખરેખર અનંત ભવના કર્મને નાસ કરે છે. માટે નિર્ભય થઈને વ અને ભયને દેશવટો આપી આત્માના આનંદમાં વર્તશે. મહેસાણેથી ભાઈ ચંદુલાલ આવ્યા હતા તેમને તમારી સ્થીતિ વિશેષ માંદગીવાળી છે એમ મેં કહ્યું હતું. ભાઈ અમથાલાલ, મણીલાલ, ચીમનલાલ ત્થા પિપટલાલને ધર્મલાભ. ધર્મ સાધન કરશે. ધર્મ કાર્ય લખશે.
इत्येवं ॐ अहे महाधीर शान्तिः ३
For Private And Personal Use Only