________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ ) મળેલા મેળ કયાં સુધી, લખેલા લેખ કયાં સુધી; ધરેલે દેહ કયાં સુધી, નથી સંસારમાં શાન્તિ. રૂએ કોને જુએ કોને, તજી દે બ્રાન્તિ મનમાંની; હવે તે માર્ગ પકડી લે, નથી સંસારમાં શાન્તિ. મઝા નહિ મે જ માર્યાથી, હવે તે જોઈ લે સાચું; જવું પડશે ઉઘાડે હસ્ત, નથી સંસારમાં શાન્તિ. કળાઓ કેળવો કેડી, ભણે ભાષા કરોડે પણ; કરી લે જ્ઞાન જન ભાખ્યું, નથી સંસારમાં શાન્તિ. ઉઘાડું દ્વાર મુક્તિનું, કરી લે ચેગ્યતા પૂરી; તછ મમતા ધરી લે સત્ય, નથી સંસારમાં શાન્તિ. ચપળતા ચિત્તની ત્યાગી, ગુરૂ આજ્ઞા ધરી શિરપર; કરી લે કાર્ય પિતાનું, નથી સંસારમાં શાન્તિ. અરે નહિ હાર નરભવને, ધરી લે સગુણો પ્રેમે; નકામી વાત છે કે, નથી સંસારમાં શાતિ. ગઈ માતા ગઈ પત્ની, અરે એ માર્ગ છેવટને; સમજ સમજુ હવે તે ઝટ, નથી સંસારમાં શાનિત. મળ્યા તે સર્વ જાવાના, મળે તેનું સદા એવું; ખરો મહાવીરને ધર્મજ, નથી સંસારમાં શાન્તિ. મનન કર જ્ઞાનિના ગ્રન્થ, વખત પાછો નહીં આવે; તજી આળસ થજે જાગ્રત, નથી સંસારમાં શાન્તિ. રૂચે તે માનજે મીઠું, લખેલું સર્વ કરૂણાએ રૂચે તે ધારજે મનમાં, નથી સંસારમાં શાન્તિ. લખ્યા આ પત્ર ચંદુલાલ, વિચારી ધર્મ આદરજે; પ્રસંગે બેધ દેવા, નથી સંસારમાં શાન્તિ. ઘણાં કર્મો વિલય કરવા, હૃદમમાં ધાર નિશ્ચયને, બુદ્ધબ્ધિ સન્તના ચરણે, સદા સંસારમાં શાનિત.
૧૯૭ ચૈત્ર વદી ૧૧ લાલભાગમાં પાંજરાપોળ-મુંબાઇ.
For Private And Personal Use Only