________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
તા. ૧૫-૫-૧૨
પરમપૂજ્ય સદ્ગુરૂ મહારાજ શ્રી શ્રી શ્રી સુખસાગરજી મહારાજ સાહેબ એગ્ય. પાદરાથી લેખક સેવક બુદ્ધિસાગરની ૧૦૦૮ વાર વંદણ સ્વીકારશે. વિ. આપનું પાટણ તરફ જવાનું મેં સાંભળ્યું છે. આપને જેમ રૂચે તેમ આપ કરશો. આપ અવસરના જાણુ છે, વિ, અજીતસાગરને કહેશો કે રત્નસાગર ભાગી ગયે તે સંબંધી પત્ર આવ્યું તે પહોંચ્યો છે. એની જેવી દશા હતી તેવું થયું છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય છે. જેનામાં ત્યાગ વૈરાગ્ય નહાય. તે ભાગી જાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. સાગરમાંથી કચરો બહાર નીકળી ગયા વિના રહેતું નથી. સાગરની વેળા વધવાની હોય છે, ત્યારે કચરે બહાર નીકળવાને પ્રયત્ન કરે છે. અસલના મુનિઓનું શરણું લઈને જે પોતાના આત્માને તારવા પ્રયત્ન કરે છે તે જ ખરે સાધુ છે. ગુરૂકુળવાસમાં રહીને જેઓ કાયા વાણી અને મનને જિનાગમમાં સ્થિર કરે છે. તેવા મુનિઓ મેહને જીતે છે. મેજમઝા અને વાતચિતમાં દિવસ પુરે કરનારા ઓના વંશજોની ગોરજીઓના જેવી હડધત દશા થવાની જ્ઞાનદર્શન ચારિત્ર્યની આરાધનામાં જેઓ દિવસ ગાળે છે અને ગુરૂની આજ્ઞાથી મન કપટને બાંધે છે, તેઓનું ચિત્ત ચંચળ થતું નથી, હવે જાણુંવાનું તથા ભણવાનું બાકી રહ્યું નથી એમ જે જાણે છે તેને મેહ રાજા છેતરે છે. ઉત્તમ ચારિત્ર્ય વડે સાધુઓ પિતાના નામને દીપાવે છે, રિદ્ધિસાગર વગેરેને અનુવંદના કહેશે અને કહેશો કે તમારા પત્રે પહોંચ્યા છે.
હાલ હું નિરૂપાધિ જીવન ગાળું છું તેથી પત્ર લખતાં ઢીલ થાય છે.
For Private And Personal Use Only