________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ: છે. તે પિતે તરી શકતા નથી અને અન્યને તારી શકતા નથી. આત્માની શક્તિથી જ આત્મા તરે છે. પરમેશ્વરને તેમાં નિમિત્ત કારણ છે. એમ જ્યારે નિશ્ચય થશે ત્યારે જ આત્મ સ્વરૂપ સમુખ વળવાને. કેટલાક પરમેશ્વરની મૂર્તિ આગળ ઘુઘરા બાંધીને નાચે છે. કુદે છે. મૃદંગ બજાવે છે પણ જ્યાં સુધી તેઓ એ આત્મજ્ઞાન કર્યું નથી. ત્યાં સુધી તેઓની સર્વ ક્રિયા એક બાળકની રમત સમાન અપફળવાળી જાણવી.તમારી આત્મશક્તિ પ્રગટયાવિના તમે કદી તરવાના નથી. સિદ્ધ ભગવાન તથા તીર્થંકરે મોક્ષમાંથી તમને તારવા કદી ત્રણકાલમાં આવવાના નથી. તમે ગમે તેટલી બુમ પાડે તે પણ પરમાત્માઓ પિતે તમને તારી શકનાર નથી. ભગવાનના સગુણો જેવા તમારા આત્મામાં ગુણે છે તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે ! ! ! ભગવાનની પ્રતિમાને લે દેવ ચેખાની પેઠે ભાગતાં ભાગતા ટીલા ટપકાં કરી તરી ગયા એમ માનેવામાં સજજડ ભૂલ ખાઓ છે!!! જ્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો. ત્યારે પ્રભુની પૂજા વગેરે કિયાઓની સારૂલ્યતા થવાની જ. પર માત્મપદની પ્રાપ્તિ કંઈ ઉપર ઉપરની બાળ ચેષ્ટા જેવી ક્રિયાઓ કરવાથી નથી, પણ જ્યારે તમે સમજશે, ત્યારે સર્વ ક્રિયાઓનું મોક્ષ ફળ પ્રાપ્ત થશે. બંદુક તાકતાં ન આવડે અને બંદુક ઉડાતે ખરેખર તે પિતે જ મરી જાય તેમ અજ્ઞાનીની ક્રિયાપ્રાય, વિષ અને ગરલ અનુષ્ઠાનરૂપ થાય છે. ગમે તે ભાષાનો અભ્યાસ કરે પણ જ્યાં સુધી જિનક્તિ આત્મતત્ત્વ જાણ્યું નથી ત્યાં સુધી પરમાત્મા જ્યોતિ પ્રગટવાની નથી. પરમાત્માની ત્યાં સુધી પ્રાપ્તિ થવાની નથી. આત્મજ્ઞાન થતાં સર્વ બાહ્ય સત્ નિમિત્તાની પણ સાફલ્યતા થવાની. જે ગુરૂ એવું નામ ધરાવે છે પણ પરમાર્થરવરૂપને પિતે ઓળખતા નથી તે ભક્તને શું જ્ઞાન આપી શકશે? ખરેખર તે લોઢાની નાવ સમાન છે. પોતે સંસારમાં બુડે છે અને અન્યને બુડાડે છે એવા અજ્ઞાનિકુગુરૂઓની સંગતિ કરવી નહીં.
પરમાત્મદશાની પ્રાપ્તિ અર્થે જ્ઞાનિ સગુરૂનાં ચરણકમલ
For Private And Personal Use Only