________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
શ્રી પરમાત્મ તિ: પૂર્વોક્ત ગ્રન્થઆદિનું મરણ મનન અત્યંત ઉપકારી છે. પરમાત્માનું ધ્યાન કલ્યાણ સેડહંતસ્વમસ્યાદિ શબ્દવાચ્ય પરમાત્માના સ્વરૂપનું દયાન કરતાં યેયસ્વરૂપ આત્મા થાય છે. જે જેનું ધ્યાન જ કરે, તે તે થઈ જાય, એ રીતિથી વિચારતાં સિદ્ધ થાય છે કે ધ્યાનથી પરમાત્મદશા સહેજે પ્રાપ્ત થાય છે. જગમાં પરમાત્મદશા વિના અન્ય કંઈ પણ ઉપાય નથી. જેના જ્ઞાન ધ્યાનથી પરમાનંદની ઝાંખી થાય છે એવા પરમાત્માસ્વરૂપનું સદાકાલ સ્મરણ કરવું જોઈએ. ક્ષણિક પદાર્થોની લાલચમાં નહીં લપટાતાં આત્મામાં રહેલું પરમાત્મત્વ પ્રગટ કરવું જોઈએ. પર માત્મત્વની શોધ આત્મામાં જ કરવાની છે. જ્યારે ત્યારે પણ આત્માજ પરમાત્મસ્વરૂપે પ્રકાશશે. આત્મા વિના જડવતુમાં પરમાત્મપણાની બુદ્ધિ રાખવી તે ખરેખર ભ્રાંતિ છે. આત્માવિના જડવતુમાં પરમાત્મા રહેતા નથી. ત્યારે જડવસ્તુઓમાં આનંદની બુદ્ધિ કેમ ધારણ કરવી જોઈએ? સર્વ આત્માઓ સત્તાએ પરમાત્માઓ છે માટે સર્વત્ર પરમાત્મભાવના રાખવાથી પરમાત્મદશા નક્કી પ્રગટ થશે, જે છ આત્મા અને પરમાત્માને અવબોધતા નથી તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. આત્મજ્ઞાન થયા વિના માન રહેવું તે પણ એક જાતનું કપટ છે આત્મજ્ઞાન થયા વિના બાહ્ય કિયાને ઘટાટોપ દેખાડે તે પણ એક જાતની કપટકળા છે. આત્મજ્ઞાન વિના તપ જપ પણ મોક્ષ આપવા સમર્થ થતાં નથી. આત્મજ્ઞાન વિના સમ્યકત્વની પ્રાપ્તિ થનાર નથી.
જ્યાં સુધી અનેકાંતનય પ્રમાણે આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી એકડા વિના મીંડાની પેઠે મેક્ષની આશા રાખવી તે ખરેખર વ્યર્થ છે. કેટલાક ડુંગરોમાં, નદીઓમાં, દેવળમાં, ઉપાદાનપણે આત્માને શેધે છે તે ખરેખર બ્રાંત છે. એવા છની મુક્તિ થવ દૂર જાણવી. કેટલાક પરમેશ્વરની સ્તુતિ કરે છે કે હે પર. મેશ્વર તું તાર એમ સમજ્યા વિના પ્રાર્થના કરે છે. પણ આત્મા અને પરમાત્માનું સમ્યગ જ્ઞાન કરતા નથી તે બિચારા અજ્ઞાની
For Private And Personal Use Only