________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ખ્યાતિ
૪
જોઇએ. માત્મામાં તેવું અનંતુ સુખ છે પણ કમાવથી ઢંકાયુ* છે માટે કમાવરણના નાશ થતાં ત્વરિત પ્રગટ થાય છે, પરમાત્મ સુખના ભાગ મૂકી ખાદ્યસુખ માટે કેમ પ્રયત્ન કરવા જોઇએ, ખાદ્યસુખની ભાશાની ભ્રાંતિના નાશ કરી પરમાત્મસુખ માટે સદાકાળ પ્રયત્ન કરવા જોઇએ, પરમાત્મ વ્યક્તિ થાતાં આત્મામાં અને પરમાત્મામાં ભેદ રહેતા નથી, પરમાત્મા કેવા પ્રકારના છે તે જણાવે છે.
ૉ.
अदेहा दर्शनज्ञानो, पयोगमय मूर्तयः
आकालं परमात्मानः सिद्धाः सन्ति निरामयाः ॥ २२ ॥
''
टीका- नविद्यन्ते देहा येषां ते अदेहा देहभावशून्याः पुनः कथंभूता तदाह दर्शनज्ञानोपयोगमय मूर्तयः । आकालं कालमभि व्याप्य निरामया रोग रहिता परमात्मानः सन्ति.
ભાવાર્થ— આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ એ પાંચ પ્રકારના દેહથી સર્વથા રહિત, કેવલજ્ઞાન અને કેવલદર્શન એ એ ઉપચેાગમય જેની વ્યક્તિ છે એવા, મુક્તિના સર્વ કાલને વ્યાપીને શગરહિત પરમાત્માએ વર્તે છે, સદાકાળ રહે છે, જીવવિચારમાં પણ કહ્યું છે કે.
सिद्धाणं नयि देहो, न आउ कम्मं न पाणजोणिऊ; साइ अनंता तेसिं, टिइ जिणंदागमे भणिया.
સિદ્ધ પરમાત્માને દેહ નથી, આયુષ્ય નથી, કર્મ નથી, પ્રાણ નથી, ચેાનિ નથી, સિદ્ધિસ્થાનમાં ગયા તેની આઢિ છે. પણ અંત નથી, સિદ્ધે થયા બાદ સંસારમાં અવતાર લેવાના નથી, એમ જિનાગમમાં જિનેન્દ્રે કહ્યું છે, સિદ્ધ પરમાત્મા સમયે સમયે અનત સુખ ભગવે છે, કર્મથી સંસારમાં પરિભ્રમણ થાય છે, કર્મથી રહિત થએલા જીવો સંસારમાં પુનઃ જન્મ લેતા નથી.
For Private And Personal Use Only