________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ ચૈાતિ:
૪૩૫
ચ ભાવનાની વૃષ્ટિ થાય છે કોઇ જીવનુ' શ્રી મહાવીર ામિની પેઠે ખુરૂ કરવાની બુદ્ધિ થતી નથી, ભજ્ગ્યા ! મનમાં નિશ્ચયતઃ અવાધશે કે બાહ્યશત્રુએનું કારણ અન્તરમાં રહેલા દ્વેષ નથી અન્તરમાંથી દ્વેષ ગયા તા તમને જીવે શત્રરૂપે ભાસશે નહીં શત્રુઓના નાશ માટે જો તમારી ખરેખરી તીવ્રા હાય તા પ્રથમ દ્વેષના નાશ કરેા. દ્વેષથી સદાકાલ જગત્ તમ રહે છે, એક બીજાની દ્વેષના લીધે જીવાત હિંસા કરે છે. અસત્ય મેલે છે, ચારી કરે છે, વિશ્વાતઘાત કરે છે. પરસ્પર એક બીજાના તનધનના નાશ કરે છે. દ્વેષના ચાગે જીવા રાત્રી દીવસ આર્ટધ્યાનમાં અને રૌદ્રધ્યાનમાં મસ્ત રહે છે. દ્વેષ કર્મની પર પ રાને વધારે છે. દ્વેષથી ઈષ્યા પણ સદાકાળ રહે છે. દ્વેષથી અ ન'તકાલ જીવ સંસારમાં ભમ્યા પણ હજી પાર આળ્યે નહીં. આત્માના જ્ઞાનને સત્ય વિવેક પ્રગટયાથી દ્વેષના નાશ થાય છે. અહા દ્વેષની કેટલી પ્રમલસત્તા જીવાપર વર્તી રહી છે. કોઇની ઉન્નતિની અવનતિ કરવા અજ્ઞાનદશાથી જીવ પ્રવૃત્તિ કરે છે. તત્ સબંધી કોઈ હિતશિક્ષા આપે છે તે જીવ ગણકારતા નથી. ઉલટા તેને પણ શત્રુરૂપ ગણે છે, દ્વેષભાવથી ત્રણકાલમાં કાઇનું ભલુ' થયું નથી અને થનાર નથી. દ્વેષથી પ્રથમ તે મનમાં તપ થાય છે. મનની સમાનતા રહેતી નથી. વાણીથી ર્હિંસા, જૂઠ, કલેશ, વૈરનાં વચને વદાય છે. કાયાથી હિ'સાત્તિમાં પ્રવૃત્તિ થાય છે. આત્મા શુદ્ધસ્વરૂપ ધ્યાનાદિકની પ્રસન્નતા મૂકીને અશુદ્ધ પરિણતિમાં પ્રવેશ કરે છે. આત્માની અવનતિના સ’ચેગે નજી કમાં આવતા જાય છે. ઉચ્ચ સ્થિતિપરથી આત્મા ભ્રષ્ટ થઈ અ ધોગતિના ઉપાયા રચે છે. પન્નુર ભક્ષકની પેઠે દ્વેષથી અવની દૃષ્ટિ પરિણમે છે તેથી સળુ પણ અવળું ભાસે છે. દ્વેષથી વૈરની પરપરાના સંસ્કારા હ્રદયમાં વવાય છે તે ભવાંતરમાં સમરાદિત્ય અને ગુમાની પેઠે ઉદયમાં આવે છે. અથવા શ્રી વીર ભગવાનના કાનમાં ખીલા મારનાર ગાપની પેઠે ઉદયે આવે છે.
For Private And Personal Use Only