________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ર
શ્રી પરમાત્મ
તિ:
अनन्त सामर्थ्य स्वामी आत्मा, स्वयं रागनो नाश करी शके छे.
આ વાક્ય હદયમાં પુનઃ પુનઃ વિચારવું, આત્માથી શું થતું નથી. આત્મા જ્ઞાનદશાથી ક્ષપકશ્રેણિ પર ચઢે છે. ત્યારે તેનામાં એટલી બધી શક્તિ પ્રગટે છે કે તે અન્તર્મુહૂર્તમાં અનંતભવનાં બાંધેલ કર્મ ક્ષય કરી શકે છે. તેને લાગેલાં કર્મ ભેગાં અન્ય જીનાં કર્મ હોય તે તે સર્વને નાશ કરી શકે એવા સામર્થ્ય. થી પ્રકાશનાર આત્મા આ શરીરમાં રહ્યા છે. સામર્થ્ય ફેરવે તે ત્વરિત રાગને નાશ કરી શકે, મહારા ઉપર રાગનું જોર નથી. હું રાગની સત્તા નીચે રહેનાર નથી. મનમાં રાગને હું ઉત્પન્ન થવા દેઈશ નહીં. જે જે વસ્તુઓ ઉપર રાગ થવાને તેને વસ્ત. આથી ચિત્ત વૃત્તિ પાછી ખેંચી લેઈને રાગના સપાટામાં આવી જઈશ નહીં. કદાપિ આત્માને રાગ પોતાની શક્તિથી ભાન ભૂલા વશે તે પણ પાછા રાગને ઉદય દૂર થતાં રાગને હઠાવવા જ્ઞાન ધ્યાનના ઉપગમાં રહીશ. આમ આવા વિચારને દઢ સંકલ્પ કરે. એમ કરવાથી પ્રતિદિન રાગભાવ ક્ષીણ થતે માલુમ પડશે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બળથી શુદ્ધ વિચારે કરવાથી અશુદ્ધ વિચારેને ક્ષણે ક્ષણે શુભ નિમિત્તયેગે નાશ થાય છે.
હીરાચંદ્ર-હે સદ્દગુરે જેમ જેમ સાંસારિક વસ્તુઓ પરથી રાગ ઉતરે છે તેમ તેમ આત્માની કેવી દશા થાય છે તે જણાવશે.
શ્રી સદગુરૂ–હે ભવ્ય હીરાચંદ્ર જેમ જેમ પરવસ્તુપરથી રાગ ઉતરતો જાય છે તેમ તેમ આત્માના સહજ સ્વરૂપમાં પ્રીતિ વધતી જાય છે, પર વસ્તુ જતાં વા આવતાં શોક હર્ષની લાગણી ઓછી થતી જાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના વિચારે મંદ થતા જાય છે. પર વસ્તુની પ્રાપ્તિ માટે અસંતેષની હાયવરાળ હૃદયમાં ઉત્પન્ન થતી નથી. શરીરાદિકની શોભા માટે અંતરથી અહંવૃત્તિ પ્રવૃત્તિ થતી નથી. કીત અને અપકીર્તિમાં સમાનતા ભાસે છે. પર વસ્તુની લાલસા માટે હિંસા, જૂડ, ચેરી વગેરે પાપકૃત્ય કરવાની ઈચ્છા રહેતી નથી. પરમાં મારૂ કંઈ નથી. હું
For Private And Personal Use Only