________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ અને સાધુ માર્ગનાં પંચમહાવ્રત આદરવાં તે વિરતિપણે કથાય છે. શ્રાવકનાં બાર વ્રત સમજીને સ્વીકારવાથી અનેક પ્રકારનાં કર્મ નાશ પામે છે. તેમજ વ્યવહાર અને નિશ્ચયથી સાધુનાં પંચમ હાવ્રત સમજી તેને આદર કરવામાં આવે તો અનંતકર્મને નાશ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાન પામીને પણ વિરતિત્વ અંગીકાર કરવું જોઈએ આત્માને મૂળ સ્વભાવ છોડીને પર પુદ્ગલમાં રમવું તેનું નામ અવિરતિત્વ છે. જેમ જેમ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજી તેમાં રમણતા જે જે અંશે થાય છે તે તે અશે વિરતિપણું ખીલે છે. પરમાત્માએ અવિરતિને નાશ કર્યો તે તેમના પગલે ચાલી આપણે પણ અવિરતિને નાશ કરે જોઈએ. જ્યારે અવિરતિપણાથી આત્માને અનેક પ્રકારનાં કર્મ લાગે છે એમ જણાય છે તે અવિરપણિપણું કેમ આદરવું જે ઇએ, અવિરતિત્વથી ત્રણકાલમાં સુખ નથી. અવિરત્વથી લેકકાશના પ્રત્યેક પ્રદેશે અનંતિવાર પરિભ્રમણ થયું. અનતિવાર જન્મ લેઈ અનંત દુઃખ ભેગવ્યાં પણ હજી પાર આવ્યું નહીં. તેનું કારણ ખરેખર અવિરતિત્વ છે. પર વસ્તુમાં રમણતા કરવાથી જગમાં કેઈને સુખ થયું નથી અને થવાનું નથી. અ. વિરતિને દરિયે ઉલ્લંઘી શિવપુર જવાનું છે માટે મોક્ષ સાધકે એ સાવધાનપણથી આત્મપ્રદેશમાં ઉતરી અવિરતિ દરિયે તરે જોઈએ. આત્મા જે પ્રબલ પુરૂષાર્થ ફેરવે તે અન્તર્મહ. તેમાં અવિરતિને નાશ કરી વિરતિપણાને પામે. અવિરતિત્વ એ મારે શુદ્ધ સ્વભાવ નથી તે તેમાં હારે કેમ રાચવું મારવું જોઇએ. અનેક મહાત્માઓ અવિરતિને નાશ કર્યો તે હું પણ કરી શકું. તેમાં કંઈ આશ્ચર્ય નથી, આત્મજ્ઞાન અને ધ્યાનના પ્રતાપે અવિરતિ દોષ નાશ પામે છે. એજ માર્ગે જવા માટે પ્રયત્ન કરી જોઈએ. અનેક પ્રકારે પરમાત્માની પેઠે અવિરતિને નાશ કરી પરમાત્મપદ મેળવવું એજ હિત શિક્ષા છે.
For Private And Personal Use Only