________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
૪૨૧ વિચારો થયા કરે, સહુ પુરૂથી વિચારણિ સુધરે છે માટે વિશેષતઃ કામને જીતવાને નિમિત્તમાં મુખ્ય ઉપાય સન્તસમાં ગમ છે. અસંખ્ય પ્રદેશી આત્માનું સ્વરૂપ જોતાં કામના વિકારે ત્વરિત લય પામે છે માટે આત્માથી પુરૂષે સદાકાળ આત્મસ્વ રૂપની ભાવના કરવી. મન, કામના વિચારોમાં ગુંથાય નહીં એમ ઉપાયે લેઈને મનને ઘમ ભાગમાં વાળવું. મનથી કામ ઉત્પન્ન થાય છે માટે મનને જ આત્મસ્વરૂપમાં વાળવું કે જેથી કામના વિચારે ઉત્પન્ન થઈ શકે જ નહીં. બાહ્યના પદાર્થોમાં સુખની શૂન્યતા ભાસે તે કામની પણ નષ્ટતા સમજવી. આત્મપુરૂષાર્થ ફેરવે તે કામને અન્તર્મુહર્તમાં ક્ષય કરી નાખે. અશુદ્ધ વિચારોને નાશ કરવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. આત્મજ્ઞાનથી કામની લીલા ઝટપટ નાશ પામે છે. આત્મા બળવાન થાય છે ત્યારે કામનું જેર ચાલતું નથી. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દમાં સુખ નથી, તેનાથી હું ભિન્ન છું. એમ ભાવના ભાવી આત્મસ્વરૂપમાં ઉંડા ઉતરી જવું કે જેથી વયમેવ કામને નાશ થાય. પરમાત્મામાં કામ નથી એમ બેલી બેલીને મુખ દુઃખાડવાના કરતાં કામને શિઘ નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી એજ સર્વ ભવ્યાત્માએ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખવું.
परमात्मामा अज्ञान तथा अविरतिपणुं नथी.
સંસારનું મૂળજ અજ્ઞાન તથા અવિરતિ દેષને નાશ થતાં પરમાત્મત્વ પ્રગટે છે. અજ્ઞાનથી સર્વ દુઃખી છે. “અજ્ઞાની પશુ આત્મા” અજ્ઞાનિને આત્મા પશુ સમાન છે. અંધ મનુષ્ય શું દેખી શકે, અને દેખ્યા વિના શુભાશુભને શી રીતે નિર્ણય કરી શકે, અજ્ઞાનના યોગે જ આ સંસાર ચક ચાલે છે, અજ્ઞાની ભક્ષ્યાભઢ્યને જાણી શકતો નથી, દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મ તત્ત્વને અજ્ઞાની જાણી શક્તો નથી, અજ્ઞાની પુણ્ય પાપમાં સમજી શકતે નથી. જીવ અને અજીવ તેમજ બંધ અને મોક્ષત્રમાં સમજી શક્તા નથી. ચાર પ્રકારની સંજ્ઞાથી તે ફક્ત આયુષ્ય
For Private And Personal Use Only