________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૨૦.
શ્રી પરમાત્મ જ્યોતિઃ
સમૂળ છેદી નાંખ્યા, કામને જીતનારને પણ પૂજ્યબુદ્ધિથી આખું જગત્ પૂજે છે. અનેક પ્રકારના ઉપાયથી કામને જીતવા પ્રયત્ન કર જોઈએ, ખરેખર આત્મદષ્ટિની ભાવનાથી સત્વર કામને ક્ષય થાય છે, હું કામથી ભિન્ન છું. કામને ક્ષય કરવાની હારામાં શક્તિ છે. કામનું હવે મહારા ઉપર જોર ચાલવાનું નથી. મહારા હૃદયમાં કામના વિચારને આવતાજ હું હાંકી કાઢીશ. કામથી કદી હું ડરનાર નથી, ખરેખર કામના વિચારો હું ન કરૂ તે તે થઈ શકે જ નહીં, એમ દઢ સંકલ્પથી વિચાર એક દીવસમાં ઘણી વખત કરી જવા.
કામના ઉપર જય મેળવવાથી જગદુદ્વારક કાર્યો કરી શકાય છે. કામની વૃત્તિ હઠાવી હઠે છે. અને વધારી વૃદ્ધિ પામે છે. કામને હટાવવાની ઈચ્છાએ અમુક અમુક કામનું અમુકનામાં દૂષણ છે એવી દષિભાવનાને હૃદયમાં પ્રગટ થવા દેવી નહીં. કામરૂપ પશુને જ્ઞાનરૂપ અગ્નિમાં બ્રહ્મચર્યરૂપ અસિથી હેમ કરે જોઈએ, અમુક વ્યભિચારી છે, અમુક બહુ કામી છે, અમુક સ્ત્રી વ્યભિચારિણી છે. અમુક પુરૂષ વ્યભિચારી છે ઈત્યાદિ વિચારે હદયમાં પ્રગટાવશે નહીં' એવી કામની દોષદષ્ટિ અન્યને ઉપર પ્રથમ તે આક્ષેપીએ છીએ, પણ તે આક્ષેપતાં પશ્ચાત્ તેના સંસ્કારે હદયમાં પડે છે અને તેથી બ્રહ્મચારી પુરૂષ હોય તોપણ માનસિક સ્થિતિથી પણ વ્યભિચારી બને છે. જે જે ભાવનાઓ સારી કે ખાટી કરીએ છીએ તે વિચાર પૂર્વક હદયમાંથી ઉત્પન્ન થાય છે અને તે સારી અગર બેટી ભાવનાના સંસ્કારો હૃદયમાં પડયા જ કરે છે તેથી પરસંબંધી ખરાબ ભાવના કરતાં પહેલાં ભાવનાને કરનાર જ દેશનાં બીજ પિતાના હૃદયમાં વાવે છે. અને કાલાંતરે તે બીજનાં ફળનું આસ્વાદન કરે છે, માટે કામના દોને આરેપ કેઈન ઉપર કરવા ભાવના રાખવી નહીં, તેમજ અસત્ પુરૂના સમાગમમાં આવવું નહીં કે જેથી પરના સંબંધી કામના દુષણોના
For Private And Personal Use Only