________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિઃ
૪૧૦
જીત્યા વિના સહજ સુખ થવાનું નથી. કામથી ક્ષણિક સુખ ઉદ્ભવે છે તેથી અજ્ઞાનીજન તેની લાલચમાં લપટાય છે, પણ વસ્તુતઃ વિચારે તે અવબોધાશે કે, કામથી થતું સુખ ક્ષણિક છે અને ઉલટું તેથી અત્યંત દુઃખ થાય છે. અને જીવ અધગતિ પ્રતિ ગમન કરે છે, માટે ક્ષણિક કામાભિલાષને હૃદયમાં કેમ પ્રગટાવવું જોઈએ. કેઈ જીવને કયારે પણ કામથી સુખ થયું નથી અને થવાનું નથી. અનાદિકાળથી અનેક પ્રકારના વિષય ભંગ કર્યા પણ શાંતિ થઈ નહીં. અને થવાની પણ નથી. માટે પરમાત્માના પગલે ચાલી કામના વિકારેને આત્મભાવનાના વેગથી રોકવા જોઈએ. જે જે પ્રસંગે કામના વિચાર આવે તે તે પ્રસંગે તેના પ્રતિપક્ષીય વૈરાગ્યના વિચારે અત્યંત બળથી કરવા, કામની અસારતા, શરીરની અસારતા, જગની અનિત્યતા, ચિંતવવી. આત્માનું શુદ્ધસ્વરૂપ પૂર્ણ ધ્યાનથી ચિંતવવું. સતત અભ્યાસના બળથી કામના વિચારોને પ્રતિદિન ક્ષય થશે. અને અંતે કામના ઉપર જય મેળવી શકાશે. અપૂર્વશક્તિને ધારક આત્મા અન્તરપ્રદેશમાં ઉતરે છે તે કામને શિધ્ર નાશ થાય છે. બાહ્ય પદાર્થમાં લલચાય છે તે કામને વિકાર પ્રગટે છે માટે ક્ષણે ક્ષણે આત્મપગની દષ્ટિ રાખી જ્યાં ત્યાં કામને હૃદયમાં પ્રવેશ થાય નહીં તેમ પ્રવૃત્તિ કરવી.
પર જડ વસ્તુમાં સુખની બુદ્ધિના ઉદ્ભવત્વથી કામની લાલસા પ્રગટે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી કામના પ્રબલ વિકારને પણ જીતી શકાય છે, ભેગાવલી કર્મને ઉદય ભેગવતાં પણ ઉદાસીનતા રાખી જ્ઞાનિ પુરૂ કામને જીતવા ક્ષણે ક્ષણે પ્રયત્ન કરે છે, પરમાત્મ સ્વરૂપમાં વિંદન કરનાર કામ છે, કામ જીતતાં ત્રણભુવન જીત્યાં ગણાય છે, કામની શક્તિને નાશ કરનાર વૈરાગ્ય છે. માટે પ્રસંગ પામી વૈરાગ્યના વિચાર કરવા, સહજ સુખને અનુભવ થતાં કામની બુરી લાલસા હૃદયમાંથી દૂર ખસે છે. શ્રી તીર્થકરોએ આ અત્યુત્તમ માર્ગ પામી કામના વિકારોને
For Private And Personal Use Only