________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૪૦
હજારે હળથી ભેદાય તે પણ ઉષરક્ષેત્રમાં ધાન્ય થતું નથી તત્ પ્રાણીઓને ધર્મ વિના આ સંસારમાં ક્યાંથી સુખ હોય? ૬૩
જેમ તૃષાની જલ વિના શાંતિ થતી નથી. તથા જેમ સુધાની અન્ન વિના શાંતિ થતી નથી. અને જેમ મેઘ વિના જળ નથી તેમ ધર્મ વિના સુખ નથી. ૬૪
સસ્વામી, સન્મિત્ર, સબંધુ, સસુત, સુકલત્ર, સુસ્વજન, સુકૃત્ય. અન્ય પણ સર્વ ધર્મ વિના નથી. ૬૫
અતિ નિર્મલ વિશાલ સકલજન આનંદકારી શ્રેષ્ઠ એવી કીર્તિ વિદ્યા અને લક્ષ્મી ધર્મ વડે લેકમાં પમાય છે. દર
આરોગ્ય, સભાગ્યતા, ધનાઢયતા, નાયકતા, સદાજય, વાંછિ. તની પ્રાપ્તિ એ સર્વ કર્યો છે પુષ્ય એવા જનને પ્રાપ્ત થાય છે. ૬૭
સરભર એવા દેવતાના સમૂહથી સહિત, અને દેવની સ્ત્રીએથી ઉત્પન્ન થએલ છે નૃત્ય સંગીત જેનું એવા દેવલોકમાં સુરનાથ. (ઈ) થવું તે પણ પુણ્ય વડે હોય છે. ૬૮ - જો તું ઘર્મ કરીશ નહિ તો દુર્ગતિમાં દહન, છેદન, ભેદન, તાડન, દુઃખોને વિશેષતઃ પામીશ. ૬૯
પ્રાણ જાય તે પણ પંડિત, દીર્ધ સંસારમાં પરિભ્રમણ કરાવનાર, અપથ્ય, ઉભયેક વિરૂદ્ધ એવું કુકૃત્ય ન કરવું જોઈએ.૭૦
અવિવેકી પુરૂષેનું આ સંસારમાં પુનઃ પુનઃ જન્મ મરણ થયા કરે છે. પણ પંડિત પુરૂષે તે ધર્મ કરે છે કે જેથી વારંવાર સંસારમાં અવતરવું પડતું નથી, ૭૧
પરમાત્મામાં ભક્તિકર. તત્કથિત આગમમાં ભક્તિકર. વિદિત તત્વ સદ્ગરૂઓની ભક્તિકર. મોક્ષપ્રતિ રાગ ધારણ કર. સંસાર પર વૈરાગ્ય ધારણ કર. ૭૨
સદ્દગુરૂથી ઉત્તમ જ્ઞાન અને ધ્યાન જાણીને કંઈપણ કર. કે જેથી અત્ર તું પૂજાય. અને પરભવમાં તું સુગતિને પામે. ૩૩
પર
For Private And Personal Use Only