________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ
તિ
તે આત્મહિત થઈ શકે છે, પરમાત્માનાં અનેક નામ છે, દરેક દર્શનમાં પરમાત્માનાં ભિન્નભિન્ન નામ કહ્યાં છે; ભિન્નભિન્ન નામથી તેઓ પરમાત્માની ઉપાસના કરે છે. અન્ય દર્શનમાં રૂઢ એવાં પરમાત્માના નામોને અન્યદર્શનવાળા નિદે છે, અને પિતાને ઈષ્ટ એવા પરમાત્માના નામને ગાયા કરે છે, અને તેનાથી સર્વ પાપને ક્ષય અંધશ્રદ્ધાથી સ્વીકારે છે, પણ વસ્તુતઃ વિચારે તે પરમાત્માના ગુણોનું જ્ઞાન થયા વિના પરમાત્મ શબ્દ શ્રવણ તેને જાપ વિશેષતઃ શુદ્ધાત્મ સ્વરૂપલાભપ્રદ ત્રણ કાલમાં થયેલ નથી. થશે નહિ. અને તે પણ નથી. યથાર્થ પરમાત્મસ્વરૂપનું જ્ઞાન કરતાં પરમાત્મશબ્દ ભેદમાં જે આગ્રહના ખેદ છે તે ટળે છે, મોભાગ્રબુદ્ધિને ધારણકરનાર અજ્ઞ, વાયવાચકને યથાર્થ સંબંધ સમજી શકતા નથી. પરમાત્માના નામશ્રવણથી ગર્વિષ્ટ થાય છે, પણ તે પરમાત્માને દેખી શકતા નથી. પરમાત્માનું નામ શબ્દરૂપ જડ છે, અને જડથી ચૈતન્યમય પરમાત્માતે ભિન્ન છે. માટે નામ માત્રમાં રાગ ધારણ કરતાં અને તેમાં મમત્વથી બંધાતાં શબ્દ ભિન્ન ચિંતન્ય પરમાત્માનું દર્શન થતું નથી. ઘુવડે જેમ સૂર્યને ત્રણ કાલમાં દેખી શકતા નથી. તેમ પરમાત્મશબ્દશ્રવણતઃ ગર્વિતમનુષ્ય પરમાત્માનું દર્શન કરી શકતા નથી. કારણ કે તેઓ પરમાત્મદર્શનની જે દ્રષ્ટિ છે. તેને સૂક્ષ્મજ્ઞાનથી ખીલવી શકતા નથી. પરમાત્મરૂપવાયનું અનેકધર્મશાસ્ત્રના અભ્યાસથી ગુરૂ કૃપાથી જ્ઞાન થાય છે. માટે અનેક સસિદ્ધાંતને અભ્યાસ કરે જોઈએ. અનેક શા
ને અભ્યાસ પણ પરમાત્મજ્ઞાનપ્રદ હોય છે. તે તે લેખે આવે છે. તે વિના શાસાભ્યાસ નિષ્ફલ છે. તે બતાવે છે.
શ અન શાસ્ત્રાઘા સર્વો, જ્ઞાનેન સ્ટેજ ध्यातव्योयमुपास्योयं, परमात्मा निरञ्जनः १४
For Private And Personal Use Only