________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
શ્રી પરમાત્મ તિઃ
वाणी वेश्याना संदेशा, समजे नहितो अंदेशारे म्हारा. मागे अनेकने नगर छे एक, बुद्धिसागरनी ए टेकरे. म्हारा.
અસંખ્ય ગરૂપ અનેક માર્ગ છે, અને મુકિતરૂપ નગર એક છે. માટે અમુક જ માર્ગ એકાંતે મુકિત જવાને છે, એમ હઠવાદ કરે નહિ. સમ્યકત્વ પ્રાપ્ત થતાં ગમે તે દેગે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. માટે મુમુક્ષુઓ સાતનની અપેક્ષાથી જોતાં દૂરાસભેદથી પરમેશ્વરના સેવક છે. એમ થશેવિજય ઉપાધ્યાયજીનું વચન સાપેક્ષવાણીથી યથાર્થ સમજાય છે. જે જીવો પરમેશ્વરના દર્શનભેદે નામમાત્રમાં આગ્રહથી હઠીલા છે, પણ તે જ્ઞાન શૂન્ય છે, તે પરમાત્મસ્વરૂપને જાણી શકતા નથી. તેમ દેખી શક્તા નથી. તે દર્શાવે છે.
नाममात्रेणयेदृप्ता, ज्ञानमार्गविवर्जिताः॥ न पश्यन्ति परेशानं, ते चूका इवभास्करम्. १३
टीका-येजनाः परमात्मनामश्रवणेनैव दृप्ता गर्वमारूढा ज्ञानमार्गेण रहितास्ते परमार्थतः परेशानं परमात्मस्वरूपं न विलोकयन्ति । यथा घूका उलुका भास्करं तरणिं ॥
ભાવાર્થ-જેઓ પરમાત્માના નામ શ્રવણ માત્રથી ગર્વિત થએલા છે. અને જ્ઞાન માર્ગથી શુન્ય છે. તેઓ પરમાત્માને દેખી શકતા નથી. જેમ ઘુવડે સૂર્યને દેખી શકતા નથી. તેમ અત્ર સમજવું. જ્ઞાનશૂન્યતાથી પરમાત્મનામ શ્રવણ કંઈ પરમાત્મ દર્શન માટે નથી. ચારનિક્ષેપથી તથા સાતનયથી પરમાત્માનું જ્ઞાન કરવું જોઈએ. પરમાત્માના નામથી પરમાત્માનું જ્ઞાન થાય તે પરમાત્મા નામની સાર્થકતા છે, તે વિના સાર્થકતા નથી. ભાવનિક્ષેપાસહિત ત્રણ નિક્ષેપ સાચા છે. ભાવ નિક્ષેપ વિના ત્રણ નિક્ષેપ કાચા છે. નામ માત્ર શ્રવણથી કંઈ કાર્ય સરતું નથી. પરમાત્મશદ્વારા યથાર્થ વાચ્ય પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થાય
For Private And Personal Use Only