________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: દષ્ટિ ગુણગણાથી જાણવી. ત્રીજી “જાગ્રત અવસ્થાની આદિ અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકથી જાણવી. ચેથી બહુ જાગરણ અવસ્થાની” આદિ તેમા સગી ગુણસ્થાનકથી જાણવી. પ્રથમ બહુરાયન દશામાં આત્માના સત્ય સુખને ગંધ પણ નથી. બીજી શયનદશા છે તેમાં આત્માના નિત્ય સુખને અનુભવ આવે છે. ત્રીજી જાગ્રત દશામાં આત્માના સુખને વિશેષતઃ અનુભવ ભેગ થાય છે. જેથી અતિ જાગ્રત અવસ્થામાં ક્ષાયિક ભાવે આત્માના નિત્ય સુખને ભેગા થાય છે. આત્મા શાયિક ભાવથી તે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે ત્યારે તે પરમાત્મા કહેવાય છે. પરમાત્મા શુદ્ધ સ્વરૂપને કર્તા છે પણ અશુદ્ધ સ્વરૂપને કર્તા નથી. અજ્ઞાન ફોધ, માન, માયા, લેભ, માયા, રતિ, અરતિ, નિન્દા, શોક, અ લીકવચન, પ્રાણિવધ, પ્રેમકીડા, હાસ્ય, મૈથુન, વિગેરે દેશો પર માત્મામાં નથી. પરમાત્માઓ જગત્ની ઉત્પત્તિ અગર વિલય કરતા નથી. તેમજ પરમાત્માઓ જ્યારે સિદ્ધ સ્થાનમાં બિરાજે છે ત્યારે તેઓ જન્મ મરણાતીત વર્તે છે. કેટલાક કહે છે કે પરમાત્મા લેકોના કલ્યાણ માટે અને દૈત્યના ક્ષય માટે દુનિયામો પાછા અવતાર ધારણ કરે છે. પણ સમજવાનું કે પરમા તમાની ફાયિક ભાવની પૂર્ણ અવસ્થામાં જન્મ, જરા, મરણ કંઈ પણ હોતું નથી. કર્મના ચોગે જન્મ, જરા અને મરણ થાય છે, કર્મના સંપૂર્ણ નાશથી સંપૂર્ણ પરમાત્માવસ્થા પ્રગટવાથી પશ્ચાતું જન્મ, જરા, મરણ વિગેરે કંઈ પણ હોતું નથી. અખંડ શુદ્ધ ચતન્યમય પરમાત્મપદ અંતરમાં વિદ્યમાન છે. તેમાંથી કંઈ પણ ઓછું થતું નથી. વસ્તુગત્યા પરમાસ્પદ નિર્વિકાર છે. પરમાત્માનું સ્વરૂપ કોઈનું અવલંબન કરીને રહેતું નથી. માટે તે નિરાધાર કહેવાય છે. પરમાત્માનું સ્વરૂપ કળી શકાતું નથી માટે અકળકળાવાળું પરમાત્મપદ કહેવાય છે. પરમાત્મપદ ચર્મ નયનથી દેખી શકાતું નથી. ચર્મ નયનથી પુદ્ગલ વસ્તુ દેખી શકાય છે. પણ પરમાત્મા દેખી શકાતા નથી. પણ ચર્મનયનથી દેખવાની શક્તિ
For Private And Personal Use Only