________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાતમ
તિ:
૩૫૫
પ્રાપ્ત કરવું જોઈએ. “દયા ધર્મ” નું મૂળ જાણે રવપરની દયા કરવી જોઈએ. જેમાં વિશેષ લાભ દેખાય તેમાં વિવેકથી પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મશક્તિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ.
ચમનલાલ– આત્મામાં જ ખરેખર ધર્મ છે. તે ત્યારે સાધુ કેમ થવું જોઈએ.
ઉત્તર-આત્માનો ધર્મ સંયમથી પ્રગટ થાય છે. આત્માને ધર્મ પ્રગટાવવા માટે સાધુ થવું જોઈએ. સાધુ થવાથી સંસારની ઉપાધિઓ ટળે છે, પંચમહાવ્રત પાળવાથી આત્માના સન્મુખ જવાય છે. દુર્ગતિને નાશ થાય છે. “જે જે અંશે નિરૂપાધિક પણું તે તે અંશેરે ધર્મ ” જે જે અશે મનની તથા બાહાની ઉપાધિ દૂર થાય છે. તે તે અશે ધર્મ પ્રગટ થાય છે. આ વાત અનુભવથી સિદ્ધ કરી છે. માટે આત્મધર્મ પ્રગટાવવા સાધુ થવાની “ આ વશ્યકતા છે.
મણિલાલ--પિતાના આત્માના ગુણે ખીલવવા માટે સાધુ થવાની જરૂર છે કે અન્યના માટે સાધુ થવાની જરૂર છે ?
ઉત્તર--પિતાના આત્માના જ્ઞાનાદિ અનંત ગુણને આરિર્ભવ કરવા માટે સાધુ થવાની જરૂર છે. પોતાના આત્માની ઉન્નતિ કરતાં પ્રસંગે ભવ્ય છે કે જે એગ્ય હોય તેની પણ ઉપદેશાદિકથી ઉન્નતિ થતી હોય તે થાઓ. સાધુ મહારાજાઓ આત્મામાં રહી અન્યનું ભલું કરી શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ પ્રમાણે યથાયેગ્ય સદ્વર્તનથી જ્ઞાન ધ્યાનના ઉચ્ચ વિષયને ખીલવી શકે છે. અને પરમાનંદમાં લયલીન રહે છે.
રાયચંદ્ર-ગ્યધર્મ ગ્રહણ કરવા માટે જીવોએ પ્રથમ શું કરવું જોઈએ.
ઉત્તર-હે શિષ્ય ! એગ્ય આમિકધર્મ ગ્રહણ માટે જીએ સ્યાદ્વાદમત પ્રમાણે આત્મજ્ઞાની મુનિગુરૂના શિષ્ય થવું જોઈએ. માથે ગુરૂ કરી તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ, ગુરૂની સેવા
For Private And Personal Use Only