________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપs
શ્રી પરમાત્મ જાતિ: ચેતનદ્રવ્યને જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ છે, તેથી જ્ઞાન દશન આનંદ ધર્મમય ચેતનદ્રવ્ય કહેવાય છે. ચેતનને ધર્મ કંઈ જડદ્રવ્યમાં જતો નથી, અને જડદ્રવ્યને ધર્મ કંઈ ચેતન દ્રવ્યમાં આવતો નથી. ઉડવું બેસવું એ વસ્તુતઃ જડની ક્રિયા છે. પરંતુ જ્યાં સુધી શરીરમાં જીવી રહ્યો છે ત્યાં સુધી ઉપચારથી તે જીવની ક્રિયા કહેવાય છે. કાયા વાણું અને મનથી આત્મા ભિન્ન છે માટે ત્રિગની ક્રિયા તે કંઈ આત્માને ધર્મ નથી. એમ ખરેખર સમજવું જોઈએ. જડની ક્રિયાઓમાં આત્મધર્મ માની લેવાથી ઉલટા ચેતન બ્રાંતિમાં પડે છે, અને આત્મા પોતાના સ્વરૂપથી સ્થિરતા પ્રાપ્ત કરી શકતા નથી. આત્મા ત્રિયે. ગની ક્રિયાઓને અહેપણથી કરે છે તે બંધાય છે, વિયોગની ક્રિયાઓમાં આપણું કપડું વ્યર્થ છે. અનાદિકાળથીવિયેગના વ્યાપારોને કરી કર્મ બંધન કરે છે માટે શાસ્ત્રકારોએ “મને ગુપ્તિ વચનગુપ્તિ” અને કાયમુર્તિ બતાવી છે. એ ત્રણ ગુસિયે ધારણ કરવાથી કર્મ ખરે છે અને આત્માની જ્ઞાનાદિ શક્તિ ખીલે છે. આત્મધર્મ સાધનમાં ત્રિગ નિમિત્ત કારણ છે. પણ સાધકોએ આત્માને ધર્મ આત્મામાં જ સમજ. મન, વાણી અને કાયા, આત્મધર્મ ખીલવવામાં સાધનભૂત છે. પણ તેથી કંઈ સાધનમાં જ અહપણું ધારણ કરવું એગ્ય નથી. પદ્રવ્યમાં, મસ્તિકાય અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગુલાસ્તિકાય અને કાલ એ પંચ જડદ્રવ્ય છે, અજીવ છે, જડદ્રવ્યનો ધર્મ ભિન્ન છે અને આત્મદ્રવ્યને ધર્મભિન્ન છે. આત્માને જ્ઞાન ધર્મ છે, દર્શનધર્મ છે, આત્માના ધર્મનું દાન તેજ ખરેખર “અભયદાન” છે, આત્મજ્ઞાન” વિના જે જડની ક્રિયાથી મુક્તિ માને છે તે પ્રત્યક્ષ ખરા બપોરે ઠગાય છે. આત્માની ક્રિયા અરૂપી છે તે દેખવામાં આવતી નથી જે દેખવામાં આવે છે તે જડની ક્રિયા છે માટે પ્રત્યેક દ્રવ્યની ભિન્નભિન્ન ધર્મવાળી ક્રિયાઓ સમજવી જોઈએ, નિશ્ચયથી વસ્તુને સવભાવ કદી ફરતો નથી. આમાના મૂલગુણને સ્વભાવ કર્મને
For Private And Personal Use Only