________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
શ્રી પરમાત્મ તિઃ સ્ત્રી, પુત્ર, મિષ્ટાન્ન વિગેરેના સંબંધથી જે સુખ થતું હતું તે સુખ કંઈ હિસાબમાં નથી. આજ ખરેખરૂ સુખ છે એમ તેને નિશ્ચય થાય છે. જે મનુષ્ય આ પ્રમાણે ધ્યાન ધરે છે તેને પણ
સમાધિ” થતાં આત્મસુખને નિશ્ચય થાય છે. સમાધિસ્થ - ગીને કઈ કહે કે તમે રાજ્ય ગ્રહણ કરે તે પણ તેને રાજ્યની દરકાર રહેતી નથી. આ દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે આત્મામાં ખરેખરૂ સત્ય સુખ રહ્યું છે.
જાગૃતિચંદ્ર-આત્મામાં સુખ રહ્યું છે એમ કોણે શોધ કરી છે?
ઉત્તર-પૂર્વકાલમાં અનેક તીર્થંકર થઈ ગયા. તેમણે આત્મામાં સુખ છે એવી શોધ કરી છે. તેઓ વનમાં જઈ ધ્યાન કરી કેવલજ્ઞાન ( સર્વ વાતુનું જાણનાર જ્ઞાન ) પામ્યા. આ ચોવીશીમાં એવી શમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થઈ ગયા, તેમણે પણ દીક્ષા અંગીકાર કરી ધ્યાનથી આત્મામાં સુખ શેડ્યું. શુકલધ્યાનથી કેવલજ્ઞાન પામ્યા, ઇત્યાદિ અનેક પુરાવા પ્રાચીન ગ્રંથમાં મોજુદ છે, હાલ પણ છે ગિયો શેધ કરે છે તે આત્મામાં સત્ય સુખ છે તે અનુભવ કરે છે, આત્મામાં સત્ય સુખને નિશ્ચય થાય છે અને તેને રવાદ આવે છે ત્યારેજ બાહ્ય વસ્તુમાં પશ્ચાત્ સુખની બુદ્ધિ થતી નથી, તીર્થંકરનાં દષ્ટાંત જાણી આપણે પણ આત્મસુખ પ્રાપ્ત કરવા સદુઘસ કરવો જોઈએ.
વિમલચંદ્ર—ધર્મશબ્દને ભાવાર્થ શું છે જડ અને ચેતનને ધર્મ શી રીતે ભિન્ન છે તે જણાવશે.
ઉત્તર–વધુ સહા ધમે–વસ્તુસ્વભાવઃ ધર્મ વસ્તુને સ્વભાવ તેજ ધર્મ છે. દરેક વસ્તુમાં જે જે રવભાવ રહે છે તે તેને ધર્મ ગણાય છે, મરચાંને તીખે સ્વભાવ છે તે તીખા શપણું તેજ મરચાને ધર્મ સમજે. સાકરને મિષ્ટ રવભાવ છે. તે મિષ્ટત્વ સાકરને ધર્મ સમજ. પુગલરૂપ જડ દ્રયને મલવાને તથા વિખરવાને સ્વભાવ છે તથા વર્ણગંધરસ અને સ્પર્શ ગુણમય તેને સ્વભાવ છે તે તેજ તેને ધર્મ સમજ, તેમ જ
For Private And Personal Use Only