________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
શ્રી પરમાત્મ જ્યોતિ
૩૫૧ નથી. તેથી સર્વ મનુષ્ય સત્ય ધર્મપર શ્રદ્ધાવાળા દેતા નથી.
મનસુખ–જ્યારે મારીને અન્ય સારે ખોટો અવતાર ધા રણ કરે પડશે, ત્યારે મનુષ્ય શુભ કર્મ કેમ કરતા નથી. અને અશુભ કર્મ કરે છે, તેનું શું કારણ
શ્રીગુરૂ– હે ભવ્ય ! કેટલાક મનુષ્ય તે મનુષ્યાવતાર પશ્ચાત અન્ય અવતાર લે પડશે એવું જાણતા જ નથી. કેટલાક જાણે છે પણ તે જ્ઞાનથી નિશ્ચય કરતા નથી. કેટલાક જ્ઞાનથી જાણે છે છતાં ઐહિકસુખની લાલચે પરલોકમાં જે થવાનું હશે તેમ થશે એમ માની અશુભ કર્મમાં પ્રવૃત્તિ કરે છે. ચોરી કરનાર જાણે છે કે જો હું સરકારના હાથમાં આવ્યો તે કેદમાં જવું પડશે તેમ જાણે છે છતાં મિથ્યા સુખની લાલસાએ મહ વિકારના તાબે થઈ જાય છે અને કાર્ય કરે છે તેમ સમજવું. પુનર્ભવની શ્રદ્ધા જેણે જ્ઞાનથી યથાર્થ ધારણ કરી છે તે મનુષ્ય મહાદિ વિકારને જીતવા પ્રયત્ન કરે છે. અને અંતે સર્વ કર્મને ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરે છે.
મનસુખ–હે ગુરૂરાજ ! મેક્ષ શાથી મળી શકે?
શ્રીગુરૂ– હે ભવ્ય ! રાગદ્વેષ વગેરે કર્મના વિકારોને નાશ કરવાથી મુકિત મળી શકે છે. જે જીવે રાગદ્વેષના વિકારોને જીતે છે તે જિન બને છે. સંપૂર્ણ વિકારેને જે જય કરે છે તે સર્વજ્ઞ પરમાત્મા બની શકે છે.
જાગૃતિચંદ્ર–જડ વસ્તુનાં સુખ ત્યાગીને આત્મામાં સુખ છે એમ ધારવામાં કંઈ સબળ પુરાવે છે?
ઉત્તર––હે ભવ્ય ! આત્મામાં સુખ છે અને તેને સબળ પુરા એ છે કે એગી એકાંત ગુફામાં ધ્યાન કરે છે તેની પાસે કઈ જડવતુ ભેગવવા લાયક હોતી નથી છતાં સમાધિ લગાવી પરમાનંદ ભગવે છે અને મુખથી કહે છે કે, અહો !!! કેવું સુખ થાય છે. આવું સુખ મેં કદી ભોગવ્યું નથી. પૂર્વ સંસારાવસ્થામાં
For Private And Personal Use Only